સુપ્રીમના ફ્લોર ટેસ્ટના નિર્ણયથી ભાજપ ગદગદ, શિવરાજે કહ્યું- કમલનાથની સરકારની વિદાય નક્કી


ફ્લોર ટેસ્ટ પર કોર્ટના આદેશ બાદ ભાજપ ગદગદ છે. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ વીડી શર્માએ પત્રકાર પરિષદ યોજીને કાલના ફ્લોર ટેસ્ટમાં જીતનો દાવો કર્યો છે. 
 

સુપ્રીમના ફ્લોર ટેસ્ટના નિર્ણયથી ભાજપ ગદગદ, શિવરાજે કહ્યું- કમલનાથની સરકારની વિદાય નક્કી

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસથી ફ્લોર ટેસ્ટ પર જારી સસ્પેન્સ હવે પૂરુ થઈ ગયું છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ ન્યાયાલયે કમલનાથ સરકારને કાલે સાંજે 5 કલાક સુધીમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આદેશ બાદ ભાજપે મધ્યપ્રદેશમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના પ્રદેશાધ્ય7 વીડી શર્માએ પત્રકાર પરિષદ યોજી કાલે થનારા ફ્લોર ટેસ્ટમાં જીતનો દાવો કર્યો છે. 

પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ન્યાયની જીત થઈ છે, અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે જનતાની દુવા અમારી સાથે છે. ફ્લોર ટેસ્ટમાં આ સરકાર પરાજીત થશે અને નવી સરકાર બનાવવાનો રસ્તો સાફ થશે. તેમણે વિધાનસભામાં કોંગ્રેસના બળવાખોરની હાજરી પર કહ્યું કે, ધારાસભ્યો કોર્ટનો આદેશ માનશે. ફ્લોર ટેસ્ટમાં હાજરી આપવી કે નહીં, તે ધારાસભ્યો નક્કી કરશે.

— ANI (@ANI) March 19, 2020

કોંગ્રેસ સરકારે લોકતંત્રને મજાક બનાવી રાખી છે
ભાજપના નેતા શિવરાજ સિંહે ટ્વીટ કરીને લખ્યું, 'કમલનાથના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારને આડેહાથ લેતા શિવરાજે કહ્યું કે, આ સરકારે લોકતંત્રને મજાક બનાવી રાખી છે. વલ્લભ ભવનને દલાલોને અડ્ડો બનાવી દીધો છે. દારૂ માફિયા, રેત અને પરિવહન માફિયા હાવી થઈ રહ્યાં હતા. કાયદો વ્યવસ્થા ખાડે ગઈ હતી. પ્રદેશમાં થઈ રહેલી બદલીઓને લઈને શિવરાજે કહ્યું હતું કે, અલ્પમતની સરકાર પ્રદેશમાં નિમણૂંક અને બદલીઓ કરી રહી હતી. આજે આવા અન્યાયનો પરાજય થયો છે.'

કમલનાથ સરકાર રહેશે કે જશે? કાલે ફ્લોર ટેસ્ટ, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ  

કમલનાથ સરકારનો થશે અંત
તો ભાજપના પ્રદેશાધ્યક્ષ વીડી શર્માએ પણ કમલનાથ સરકાર પર પ્રહારો કર્યો હતો. તેમણે કહ્યું કે, અમે કોર્ટના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ એમપીના ગરીબોની જીત છે, કોર્ટે ભાજપના કાર્યકર્તાઓનું સાંભળ્યું છે. શિવરાજ સિંહે ગરીબોનો હક આપવાનું કામ કર્યું છે. પરંતુ દિગ્વિજય અને કમલનાથે પ્રદેશની સાથે છલ કર્યું છે. પરંતુ કાલે ફ્લોર ટેસ્ટ બાદ કમલનાથ સરકારનો અંત થશે અને નવી સરકાર બનશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news