આજથી શરૂ થઇ તમારી ફેવરિટ કારનું બુકિંગ, જાણો શું છે કિંમત
Trending Photos
નવી દિલ્હી: આવી ગઇ છે Hyundai ની નવી કાર Hyundai Venue. આ કારની બુકિંગ આજથી શરૂ થઇ ગઇ છે અને આ કાર ભારતમાં 21 મેના રોજ સત્તાવાર રીતે લોન્ચ થવાની છે. તેની એક્સ શોરૂમ કિંમત 8-11 લાખની વચ્ચે રહેવાની છે. ડીલર સોર્સેઝના અનુસાર, વેન્યૂનું સત્તાવાર બુકિંગ 2 મે 2019થી શરૂ થશે. કસ્ટમર પોતાની નજીકના હ્યુંડાઇ શોરૂમમાંથી 25000 રૂપિયાની ટોકન એમાઉન્ટ આપીને તેને બુક કરાવી શકે છે.
ક્રૂજ શિપ પર થઇ હતી અનવીલ
હ્યુંડાઇએ આ SUV ને ગત અઠવાડિયે અરબ સાગરમાં એક ક્રૂજ શિપ પર અનવીલ કર્યું હતું. ભારતની સાથે તેનો ન્યૂયોર્ક મોટર શોમાં ગ્લોબલ ડેબ્યૂ થઇ હતી. આ સાથે જ તેના ટેક્નિકલ સ્પેસિફિકેશન્સ અને ફીચર્સની નક્કર ડિટેલ સામે આવી હતી.
એંજીન સ્પેસિફિકેશન્સ
આવો તમને જણાવી દઇએ કે હ્યુંડાઇ વેન્યૂમાં 3 એંજીન ઓપ્શંસ છે- 1.0 લીટર પેટ્રોલ, 1.2 લીટર પેટ્રોલ અને 1.4 લીટર ડીઝલ એંજીન. વેન્યૂનો 1.0 લીટર, 3 સિલિંડર ટર્બોચાર્ઝ્ડ પેટ્રોલ એંજીન 6 સ્પીડ મેન્યૂઅલ ટ્રાંસમિશન સાથે આવશે અને આ 120 BHP પાવર અને 171 NM નો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એંજીન સાથે 7 સ્પીડ ડીસીટી ટ્રાંસમિશનનો વિકલ્પ પણ છે.
1.2 લીટર, 4 સિલિંડર પેટ્રોલ એંજીન 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવશે અને આ એંજીન 83 BHP મેક્સિમમ પાવર અને 114 NM નો પીક ટોર્ક જનરેટ કરે છે. તો બીજી તરફ 1.4 લીટર, 4 લીટર ડીઝલ એંજીનમાં 6 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન હશે અને આ 90 BHP ની મેક્સિમમ પાવર અને 219 NM નો પીક ટોર્ક જનરેટ કરે છે.
આ ખાસ ટેક્નોલોજીથી સજ્જ છે Hyundai Venue
તેનું સૌથી મોટું આકર્ષણ બ્લૂલિંક ટેક્નોલોજી છે, જેમાં 33 ફીચર્સ સામેલ છે. ખાસ વાત એ છે કે તેમાંથી 10 ફીચર્સને ભારતીય ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. વેન્યૂ ભારતની પ્રથમ કનેક્ટેડ SUV છે. બ્લૂલિંક માટે વોડાફોન આઇડિયા કારમાં એક ઇ-સિમ આપશે, જે 4G નેટવર્ક પર કામ કરશે. આ ડિવાઇસ રિયલ ટાઇમ ટ્રાફિક નેવિગેશન અને લાઇવ લોકલ સર્ચને પણ પ્રોજેક્ટ કરે કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે