ફોન ઉઠાવ્યા વિના કોલ પર કરી શકશો વાત, Google આસિસ્ટંટ આ રીતે કરશે મદદ

ટેક્નોલોજીની દિગ્ગજ કંપની ગૂગલે પોતાની એનુઅલ કોંગ્રેંસ્માં વર્ચુઅલ ગૂગલ આસિસ્ટંટને લઇને મોટી જાહેરાત કરી છે. યોજના હેઠળ ગૂગલ ભવિષ્યમાં મશીન લર્નિંગ અને AI ટેક્નોલોજી સાથે આગળ વધશે. જેમાં ગૂગલ આસિસ્ટંટ સહિત ગૂગલની અન્ય પ્રોડક્ટને સામેલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ગૂગલ આસિસ્ટંટમાં એક ખાસ ફીચર આપવામાં આવ્યું, જેમાં AI ટેક્નોલોજીના માધ્યમથી ગૂગલ ફોન પર વાત કરશે. 
ફોન ઉઠાવ્યા વિના કોલ પર કરી શકશો વાત, Google આસિસ્ટંટ આ રીતે કરશે મદદ

નવી દિલ્હી: ટેક્નોલોજીની દિગ્ગજ કંપની ગૂગલે પોતાની એનુઅલ કોંગ્રેંસ્માં વર્ચુઅલ ગૂગલ આસિસ્ટંટને લઇને મોટી જાહેરાત કરી છે. યોજના હેઠળ ગૂગલ ભવિષ્યમાં મશીન લર્નિંગ અને AI ટેક્નોલોજી સાથે આગળ વધશે. જેમાં ગૂગલ આસિસ્ટંટ સહિત ગૂગલની અન્ય પ્રોડક્ટને સામેલ કરવામાં આવી છે. ટૂંક સમયમાં ગૂગલ આસિસ્ટંટમાં એક ખાસ ફીચર આપવામાં આવ્યું, જેમાં AI ટેક્નોલોજીના માધ્યમથી ગૂગલ ફોન પર વાત કરશે. 

ડુપ્લેક્સ ટેક્નોલોજીનો થશે ઉપયોગ
તેના માટે ગૂગલ ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરશે, જેનુંન નામ ગૂગલ ડુપ્લેક્સ છે. આ ટેક્નોલોજીના માધ્યમથી આસિસ્ટંટને ટેક્નોલોજી દ્વારા સંભવ બનાવવામાં આવશે જેથી તે માણસોની જગ્યાએ તે પોતે વાત કરી શકશે. તેમાં ગૂગલ આસિસ્ટંટ પોતે કોલ કરી યૂજર્સની જગ્યા હોટલ અથવા સલૂનનું બુકિંગ કરી શકશે. 

કેવી હશે ગૂગલ આસિસ્ટંટની ડિઝાઇનિંગ
ગૂગલ આસિસ્ટંટને આ પ્રકારે ડિઝાઇન કરવામાં આવશે, જેથી તે બોલચાલની સામાન્ય ભાષાને સરળતાથી સમજી શકાશે. ગૂગલ હાલ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. આ ટૂંક સમયમાં બિઝનેસ અને સામાન્ય યૂજર્સ માટે લાવવામાં આવશે.

30 ભાષાઓમાં ગૂગલ આસિસ્ટંટ
ગૂગલનો પ્રયત્ન છે કે આસિસ્ટંટની અવાજને હ્યૂમનનો અવાજની માફક બનાવવામાં આવે. તેની સાથે વાતચીત દરમિયાન યૂજર્સ સારી રીતે સમજી શકે. ગ્લોબલી ગૂગલ આસિસ્ટંટ પર લગભગ 50 કરોડ ડિવાઇસમાં ઉપયોગ કરવામાં આવશે. આ વર્ષની શરૂઆતની સાથે જ ભારતમાં ગૂગલ આસિસ્ટંટના યૂજર્સ ત્રણ ગણા થઇ ચૂક્યા છે. હાલ આસિસ્ટંટ લગભગ 30 ભાષાઓમાં દુનિયાના 8 દેશોમાં ઉપલબ્ધ છે. 

સુંદર પિચઇએ સંભળાવ્યું રેકોર્ડિંગ
કેલિફોર્નિયામાં ચાલી રહેલી ગૂગલની વાર્ષિક ડેવલોપર્સ કોન્ફ્રેંસ Google I/O 2018 દરમિયાન કંપનીના સીઇઓ સુંદઇ પિચઇએ હોલમાં બેઠેલા લોકોને કોમ્યુટર પર રેકોર્ડિંગ એક ફોન કોલ સંભળાવ્યો. આ કોલમાં એક સલૂનને ફોન કરીને એપોઇમેન્ટ લેવામાં આવી રહી હતી. પિચઇએ જણાવ્યું હતું કે કોલ કોઇ માણસે નહી પરંતુ ગૂગલ આસિસ્ટંટે પોતે જાતે કરી છે. એટલું જ નહી કોલ દરમિયાન સલૂનમાં હાજર વ્યક્તિ સાથે તેણે માણસોની ભાષા અને અંદાજમાં કેટલાક આ પ્રકારની વાતચીત કરી છે, કે સામેવાળાને ખબર ન પડી હતી કે તે માણસ સાથે વાત કરી રહ્યો છે કે કોમ્યુટર સાથે. 

ગૂગલ આપશે તમને પર્સનલ આસિસ્ટંટ
ગૂગલના સીઇઓએ જણાવ્યું કે ગૂગલ આસિસ્ટંટનું આ કારનામું આપણે ટૂંક સમયમાં જોઇ અને ઉપયોગ કરી શકીશું. આ પ્રકારે ગૂગલ સામાન્ય અને ખાસ લોકોને એક એવું ડિજિટલ પર્સનલ આસિસ્ટંટ આપવાના છે, જે તમને PA ની માફક તમને ઘણા કામ કરવા અને કોઇ બીજા પાસેથી કરાવવામાં પણ જોરદાર હેલ્પ મળશે. બસ તમારે તેને જણાવવાનું રહેશે કે નક્કી સમય અથવા જગ્યા પર તમારે શું જોઇએ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news