KWID ખરીદતા પહેલા આ સમાચાર જરૂર વાંચો
બ્રાઝીલીયન ક્વિડ ભારતીય ક્વિડ કરતા સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ ઉત્તમ
- બ્રાઝીલમાં એરબેગ અને ABS ફરજીયાત છે
- સુરક્ષા બાબતે KWIDને 0 રેટિંગ મળી ચુક્યું છે
બ્રાઝીલ અને ભારતમાં થાયને કારનું નિર્માણ
Trending Photos
નવી દિલ્હી : તમારી પાસે પણ જો રેનોની ક્વિડ છે અથવા તો તમે તેને ખરીદવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે જ છે. રેનો ક્વિડ માટે 2017નાં લેટિન NCAPનાં 7માં કાર્યક્રમનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. ક્રેશ ટેસ્ટમાં બ્રાઝીલમાં વેચાતી રેનો ક્વિડને 3 સ્ટાર મળ્યા છે. જેનાંથી સાબિત થઇ ચુક્યું છે કે, બ્રાઝીલમાં વેચાતી રેનો ક્વિડ ભારતમાં વેચાતી ક્વિડ કરતા સારી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલ ક્રેશ ટેસ્ટમાં રેનો ક્વિડને ઝીરો સ્ટાર રેટિંગ મળ્યું હતું. રેનો પોતાની કારનું નિર્માણ માત્ર બ્રાઝીલ અને ભારતમાં જ કરે છે.
શું હોય છે ક્રેશ ટેસ્ટ
ક્રેશ ટેસ્ટમાં ગાડીની અંદર રહેલી સુરક્ષાની સુવિધાઓ ચકાસવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન ગાડીમાં ડ્રાઇવર સીટ પર માણસની જેમ પુતળાઓને બેસાડવામાં આવે છે. ત્યાર બાદ એક એવરેજ સ્પીડમાં ગાડીનું એક્સિડેન્ટ કરવામાં આવે છે. તેમાં જોવામાં આવે છે કે ગાડીની અંદર બેઠેલા પુતળાઓને કેટલું નુકસાન થાય છે. ત્યાર બાદ ગાડીની સુરક્ષા મુદ્દે તેને રેટિંગ્સ આપવામાં આવે છે.
અગાઉ ઝીરો રેટિંગ મળ્યું હતું.
NCAPનાં મહાસચિવ અલેજેન્ડ્રો ફુરાસનાં અનુસાર, નિર્માતાઓ દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે. 2014માં ઇન્ડિયન ક્વિડનું ગ્લોબલ NCAPએ ટેસ્ટ કર્યું હતું. જેમાં તેને જીરો રેટિંગ મળ્યું હતું. બ્રાઝીલમાં વેચાતી ક્વિડ ભારતમાં વેચાનારા ક્વિડથી 140 કિલો વધારે વજનની છે. બ્રાઝીલમાં સુરક્ષાનાં કડક નિયમો અને દુર્ઘટના સંરક્ષણ કાયદાઓને જોતા તેનાં ચેસિસ વધારે મજબુત બનાવાયા છે.
બ્રાઝીલમાં એરબેગ અને ABS ફરજીયાત છે.
તમામ વાહનોમાં ફ્રંટ એરબેગ અને ABS (એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ)ની સુવિધાને બ્રાઝીલ સરકારે 3 વર્ષ પહેલા જ ફરજીયાત કરી હતી. રેનો ટેક્નોલોજી અમેરિકા (RTA)એ બ્રાઝીલમાં વેચાતી ક્વિડમાં ઘણા સુધારા કર્યા છે. ગાડીને એવી રીતે તૈયાર કરાઇ કે જેથી તે NCPAC ક્રેશ ટેસ્ટનાં નિયમોનું પાલન કરી શકે. ખાસ વાત છે કે ક્વિડનું બ્રાઝીલીયન મોડલ ભારતનાં મોડેલ કરતા ઘણુ વધારે સુરક્ષીત છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે