જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ અને 100 SMS
BSNLના આ પ્લાનમાં યુઝર્સને 60 દિવસ માટે દરરોજ 1GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળશે. જો તમે એક દિવસમાં 1GB થી વધુ ડેટાનો ઉપયોગ કરો છો, તો તમારી સ્પીડ ઓછી થઈ જશે.
Trending Photos
નવી દિલ્હીઃ BSNL ના કમબેકથી Reliance Jio, Airtel અને Vi ટેન્શનમાં આવી ગયા છે. બીએસએનએલના સબ્સક્રાઇબર્સ સતત વધી રહ્યાં છે. હંમેશા નવા યુઝર્સ જોડનારી જિયોના પણ આ વખતે ગ્રાહકો ઘટી ગયા છે. હવે BSNL એ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. જેની કિંમત 345 રૂપિયા છે. આ પ્લાનમાં તમને ડેટા મળશે અને તે 60 દિવસ સુધી ચાલશે. જો તમે બીજી ટેલીકોમ કંપનીઓના પ્લાન જોશો તો આ સસ્તો પ્લાન છે. પરંતુ ધ્યાન આપવા જેવી વાત છે કે BSNL વર્તમાનમાં 4જી નેટવર્ત આપતું નથી. BSNL જલ્દી 4જી નેટવર્ક લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવો આ પ્લાન વિશે જાણીએ.
BSNL Rs 345 Prepaid Plan
BSNL નો 345 રૂપિયાનો પ્લાન ખુબ સારો છે. તેમાં તમને 60 દિવસ સુધી દરરોજ 1જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ મળશે. પરંતુ જો તમે એક દિવસમાં 1જીબી ડેટાનો ઉપયોગ કરો તો તમારી સ્પીડ ઘટી જશે.
Jio, Airtel કે Vi ની પાસે નથી આવો પ્લાન
BSNL નો આ પ્લાન બીજી કંપનીઓના પ્લાનથી અલગ છે. કારણ કે બીજી કંપનીઓના કોઈ પ્લાનની વેલિડિટી 60 દિવસની નથી. આ પ્લાનનો દરરોજનો ખર્ચ માત્ર 5.75 રૂપિયા છે. જો કોઈ 60 દિવસ ચાલનાર પ્લાન જોઈએ જેમાં દરરોજ 1જીબી ડેટા મળે તો જિયો, એરટેલ કે વોડાફોન આઈડિયા પાસે આવો કોઈ પ્લાન નથી.
BSNL અત્યારે સૌથી સસ્તી સર્વિસ પ્રોવાઈડર છે. પરંતુ તેની 4G સેવા હજુ સમગ્ર ભારતમાં પહોંચી નથી. સરકારે કહ્યું છે કે 2025 સુધીમાં 4G નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાઈ જશે. તમને જણાવી દઈએ કે Jio, Airtel અને Vi 4G નેટવર્કમાં મજબૂત છે. BSNL પણ ટૂંક સમયમાં 4G સેવા લાવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે