Calling Feature અને બ્લડ પ્રેશર મોનિટર સાથે આ Smartwatch લોન્ચ, કિંમત પણ છે સાવ સસ્તી

Zebronics ZEB-FIT7220CHની લોન્ચ પ્રાઈસ 3999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમતમાં ગ્રાહકો તેને Amazonમાંથી ખરીદી શક્શે. જો કે ઓફિશિયલ વેબસાઈટમાં આ વોચની કિંમત 7499 રૂપિયા લખવામાં આવી છે. આ વોચને બ્લેક, બ્લુ, ગોલ્ડ અને મેટાલિક સિલ્વર કલરમાં લોન્ચ કરવામાં આવી છે.

Calling Feature અને બ્લડ પ્રેશર મોનિટર સાથે આ Smartwatch લોન્ચ, કિંમત પણ છે સાવ સસ્તી

નવી દિલ્હીઃ Zebronics ZEB-FIT7220CH સ્માર્ટવોચને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. આ વોચમાં 1.7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ યુઝર્સ સીધા વોચમાંથી કોલ્સને રિસીવ પણ કરી શક્શે. આમાં યુઝર્સને કોલ ફંક્શન માટે સ્પીકર અને માઈક આપવામાં આવ્યું છે. સાથે જ આ એફોર્ડેબલ સ્માર્ટવોચમાં બ્લડ ઓક્સિજન સેંસર, હાર્ટ રેટ મોનિટર અને બ્લડ પ્રેશર મોનિટર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Zebronics ZEB-FIT7220CHની લોન્ચ પ્રાઈસ 3999 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમતમાં ગ્રાહકો તેને Amazonમાંથી ખરીદી શક્શે. જો કે ઓફિશિયલ વેબસાઈટમાં આ વોચની કિંમત 7499 રૂપિયા લખવામાં આવી છે. આ વોચને બ્લેક, બ્લુ, ગોલ્ડ અને મેટાલિક સિલ્વર કલરમાં લોન્ચ કરવામાં આવી છે.

Zebronics ZEB-FIT7220CHના સ્પેસિફિકેશન્સ-
આ વોચમાં સ્કાયર આકારનો 1.75 ઈંચ 2.5d કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. સાથે જ યુઝર્સને 100 કસ્ટમાઈઝેબલ વોચ ફેસ પણ મળશે. કોલિંગ ફંકશન માટે વોચમાં ઈનબિલ્ટ સ્પીકર અને માઈક આપવામાં આવ્યા છે. આમાં કોલ રિજેક્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે.

સ્માર્ટફોન સાથે પેર થયા બાદ યુઝર્સ મ્યુઝિક અને કેમેરાને પણ કંટ્રોલ કરી શક્શે. યુઝર્સ વોચની મદદથી રિસેન્ટ કોલ્સ, SMS અને થર્ડ પાર્ટી એપ નોટિફિકેશન્સને પણ એક્સેસ કરી શક્શે. સાથે જ આમાં સિડેંટ્રી રિમાઈન્ડર અને આલાર્મ ક્લોક જેવા ફીચર પણ આપવામાં આવ્યા છે. આ વોચને ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં હાજર ZEB-FIT 20 Series એપ સાથે કનેક્ટ કરી શકાય છે.

આ વેરેબલમાં 7 સ્પોર્ટ્સ મોડ્સનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ મોડ્સ વોકિંગ, રનિંગ, સાઈક્લિંગ, સ્કિપિંગ, બેડમિંટન, બાસ્કેટબોલ અને ફુટબોલ છે. આ સ્માર્ટવોચમાં સ્ટેપ્સ, કેલરી અને ડિસ્ટન્સને પણ ટ્રેક કરી શકાય છે. વોટર રેસિસ્ટન્સ માટે આ સ્માર્ટવોચ IP67 સર્ટિફાઈડ છે. આ વોચમાં કનેક્ટિવિટી માટે બ્લુટુથ વર્ઝન 5નો સપોર્ટ છે. આ વોચમાં 210mAhની બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જમાં આ વોચમાં 30 દિવસનો સ્ટેન્ડબાય ટાઈમ મળશે. કંપની મુજબ વોચને ફુલ ચાર્જ થવામાં 1.5થી 2 કલાકનો સમય લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news