Maruti, Tata, Hyundai સહિત આ કાર કંપનીઓના વેચાણમાં જોરદાર વધારો, SUV ની વધી માગ

Car Sales Report: એસયુવીની મજબૂત માંગ સાથે, દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ - મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ટોયોટાના વાહનોના વેચાણમાં તેજી જોવા મળી રહી છે.

Maruti, Tata, Hyundai સહિત આ કાર કંપનીઓના વેચાણમાં જોરદાર વધારો, SUV ની વધી માગ

Car Sales Report May 2023: SUV ની મજબૂત માગ સાથે, દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ - મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મહિન્દ્રા અને ટોયોટાના વાહનોના વેચાણમાં તેજી જોવા મળી રહી છે, તેઓએ મે મહિનામાં સારું વેચાણ કર્યું છે. આ સિવાય ટાટા મોટર્સ, કિયા અને એમજી મોટર જેવી અન્ય ઓટોમેકર્સનું જથ્થાબંધ વેચાણ પણ વધ્યું છે.

દેશની સૌથી મોટી ઓટો નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ જણાવ્યું હતું કે મે મહિનામાં વાહનોનું વેચાણ 15 ટકા વધીને 1,43,708 યુનિટ થયું જે એક વર્ષ અગાઉના ગાળામાં 1,24,474 યુનિટ હતું. મારુતિએ જણાવ્યું હતું કે મે મહિનામાં બ્રેઝા, ગ્રાન્ડ વિટારા અને અર્ટિગા સહિત યુટિલિટી વ્હીકલ સેગમેન્ટે વાર્ષિક ધોરણે 65 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

તે જ સમયે, હ્યુન્ડાઇનું સ્થાનિક વેચાણ 14.91 ટકા વધીને 48,601 યુનિટ થયું છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 42,293 યુનિટ હતું. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરુણ ગર્ગે જણાવ્યું હતું કે તેની SUVs Creta અને Venueના વેચાણમાં મે મહિનામાં બે આંકડામાં વૃદ્ધિ જોવા મળી છે. ટાટા મોટર્સનું સેલ્સ બજારમાં 6 ટકા વધીને 45,878 યુનિટ થયું હતું, જ્યારે તેણે એપ્રિલ 2022માં 43,341 યુનિટની ડિલિવરી કરી હતી.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં પણ વધારો જોવા મળ્યો. મે મહિનામાં તેના કુલ વાહનોનું વેચાણ લગભગ 22 ટકા વધીને 32,886 યુનિટ થયું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઓટોમોટિવ ડિવિઝનના પ્રેસિડેન્ટ વિજય નાકરાએ જણાવ્યું હતું કે, "અમે SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ) સેગમેન્ટમાં મજબૂત માંગને પગલે વૃદ્ધિ કરવાનું ચાલુ રાખીશું."

કિયા ઇન્ડિયાએ ગયા મહિને 24,770 વાહનોનું જથ્થાબંધ વેચાણ કર્યું, જેમાં પુરવઠામાં ત્રણ ટકાનો વધારો નોંધાયો હતો. કંપનીએ મે 2022માં ડીલરોને 24,079 વાહનો મોકલ્યા હતા. બીજી તરફ ટોયોટાનું કુલ વેચાણ મે મહિનામાં બમણું વધીને 20,410 યુનિટ થયું હતું. આ કંપનીનો સૌથી વધુ માસિક વેચાણનો આંકડો છે. મે મહિનામાં MGનું રિટેલ વેચાણ 25 ટકા વધીને 5,006 યુનિટ થયું હતું. કંપનીએ મે 2022માં 4,008 વાહનોનું વેચાણ કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news