Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત

કંપનીએ તહેવારો પહેલા Citroen Aircross SUV લોન્ચ કરી છે. કંપનીએ નવી કારમાં પાવરફુલ એન્જિન અને અન્ય ઘણા ફીચર્સ એડ કર્યા છે. કંપનીએ નવી કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપ્યા છે, જેમાં પાછળના મુસાફરોને પણ ઘણો ફાયદો મળશે.

Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત

નવી દિલ્હીઃ ફેસ્ટિવ સીઝન પહેલા Citroen India એ ભારતીય માર્કેટમાં નવી કાર રજૂ કરી છે. કંપનીએ Citroen India એસયુવીને તહેવારો પહેલા લોન્ચ કરી છે. કંપનીએ નવી કારમાં પાવરફુલ એન્જિન અને અન્ય ઘણા ફીચર્સ એડ કર્યા છે. કંપનીનું કહેવું છે કે આ નવી કારને ન માત્ર નવી ઓળખ આપવામાં આવી છે પરંતુ તેમાં એડવાન્સ કમ્ફર્ટ, સેફ્ટી અને અત્યાધુનિક ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. કંપનીએ તહેવારોની સિઝનમાં વધુને વધુ ગ્રાહકોને આકર્ષવા અને તહેવારનો લાભ લેવા માટે નવી કાર રજૂ કરી છે. કંપનીએ નવી કારમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપ્યા છે, જેમાં પાછળના મુસાફરોને પણ ઘણો ફાયદો મળશે.

Citroen Aircross માં નવા ફીચર્સ
નવા ફીચર્સની વાત કરીએ તો સેફ્ટી માટે કંપનીએ આ કારમાં 6 એરબેગ્સ આપી છે. આ સિવાય કંપનીએ બાળકો માટે ISOFIX ચાઈલ્ડ સીટ પણ આપી છે. કંપનીએ કારની સુરક્ષા પર ખૂબ ધ્યાન આપ્યું છે. નવા સિટ્રોન એરક્રોસમાં એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, ક્લાઇમેટ કંટ્રોલ સાથે ઓટોમેટિક એર કન્ડીશનીંગ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે.

આ સિવાય કંપનીએ ઈન્ટીરીયર ફીચર્સમાં પણ કેટલાક સુધારા કર્યા છે. તેમાં દરવાજા પર પાવર વિન્ડો સ્વિચ, પેસેન્જર સાઇડ પર  ગ્રેબ હેન્ડલ, પાવર ફોલ્ડિંગ ORVM, પાછળના એસી વેન્ટ્સ જેવી સુવિધાઓ શામેલ છે. વધુમાં, ઈન્ટિરિયરને સોફ્ટ ટચ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. આ કારની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 8.49 લાખ રૂપિયા છે અને નીચે તમે બધા વેરિઅન્ટની કિંમત વિશે માહિતી મેળવી શકો છો.

Citroen Aircross ની કિંમત

Price

Citroen Aircross માં પાવરટ્રેન
પાવરટ્રેનની વાત કરીએ તો 1.2 લીટરનું Gen 3 PURETECH 110 ટર્બો અને PURETECH 82 નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન મળે છે. આ એન્જિન 110 પીએસનો મેક્સિમમ પાવર અને 205 ન્યૂટન મીટરનો મેક્સિમમ ટોર્ક જનરેટ કરે છે. ગ્રાહકોને 5 સ્પીડ મેનુઅલ, 6 સ્પીડ મેનુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ વચ્ચે કોઈને પસંદ કરવાનો વિકલ્પ મળશે. 

Citroen Aircross નું ઈન્ટીરિયર
આ કારમાં 40થી વધુ એડવાન્સ સેફ્ટી ફીચર્સ મળશે. તેમાં ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને હિલ હોલ્ડ અસિસ્ટ્સ સામેલ છે. આ કાર 5 અને 5+2 સીટિંગ ઓપ્શન સાથે ઉપલબ્ધ થશે. ત્રીજી લાઈન બંધ કર્યા બાદ કારમાં 511 લીટરની બૂટ સ્પેસ મળશે. ઈન્ટીરિયરમાં 10.25 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે. કારમાં 40થી વધુ કનેક્ટિવિટી ફીચર્સ મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news