બહુ થઈ ગયું પુસ્તક્યુ જ્ઞાન, હવે જાણો જમીની હકિકત, કઇ કાર લેવામાં છે ફાયદો

Best Car to Buy in India: હજુ પણ લોકોને ઈલેક્ટ્રિક કારની કેટલીક ખામીઓના કારણે તેને હજુ પણ પસંદ નથી કરતાં. એટલા માટે જ cng અને હાઈબ્રિડ કારને પસંદ કરી રહ્યાં છે. તેમજ પેટ્રોલ કારોની કિંમત પણ ઘટી નથી. હવે તે જાણવુ જરૂરી છે.

બહુ થઈ ગયું પુસ્તક્યુ જ્ઞાન, હવે જાણો જમીની હકિકત, કઇ કાર લેવામાં છે ફાયદો

CNG VS Petrol VS Hybrid: પેટ્રોલ અને ડીઝલ કાર માટે બદલાતા નિયમોને ધ્યાનમાં રાખીને લોકો હવે ઑલ્ટરનેટ ફ્યૂલ તરફ આગળ વધી રહ્યાં છે તેવામાં હવે લોકો ઈલેક્ટ્રિક કારને પણ પસંદ કરી રહ્યાં છે. અને સરકાર પણ સપોર્ટ કરે છે. 

પરંતુ હજુ પણ લોકોને ઈલેક્ટ્રિક કારની કેટલીક ખામીઓના કારણે તેને હજુ પણ પસંદ નથી કરતાં. એટલા માટે જ cng અને હાઈબ્રિડ કારને પસંદ કરી રહ્યાં છે. તેમજ પેટ્રોલ કારોની કિંમત પણ ઘટી નથી. હવે તે જાણવુ જરૂરી છે. ખાસ કરીને સીએનજી અને હાઈબ્રિડ કાર્સ વચ્ચેનું અંતર જાણવુ પણ જરૂરી છે કારણ કે બંને કાર પેટ્રોલ એન્જી બેઝ્ડ છે. તો આજે જાણીએ કે ત્રણેય કારમાંથી શું હોઈ શકે છે તમારુ વિકલ્પ.

CNG કારના ફાયદા અને નુકસાન
CNG કારમાં સૌથી મોટો ફાયદો એ છે કે તે એક સસ્તી ટેકનોલોજી છે. સીએનજી કારની કિંમત અન્ય કારો કરતાં સામાન્ય મોંઘી હોય છે.
સીએનજી કાર સૌથી વધારે માઈલેજ આપે છે. તેનુ કારણ એ છે તેનું કંબશન સંપૂર્ણ પણે થાય છે
સીએનજીનો ભાવ પેટ્રોલ કરતાં ઓછો છે. એટલા માટે ગાડી ચલાવવી સસ્તી પડે છે. 
હવે વાત નકુસાનની કરીએ તો સીએનજી કારમાં અન્ય કારો કરતાં વધારે મેઈન્ટેન્સ હોય છે. 
જોકે સીએનજી અને પેટ્રોલની કિંમતમાં વધારે અંતર ના હોવાથી હવે પહેલાની જેમ એટલુ સીએનજી સસ્તુ નથી પડતું. 
સીએનજી કારો સાથે દુર્ઘટનાનું જોખમ વધારે છે. આમા લીકેજની શક્યતા વધારે  છે.  અને આગ પણ લાગી શકે છે. 
સીએનજી કારનો પાવર ઓછો હોય છે. આ કારનું પિકઅપ અને ટૉપ સ્પીડ પેટ્રોલ અને હાઈબ્રિડ કારની તુલનામાં ઓછુ હોય છે. 
બધા જ શહેરમાં સીએનજી સ્ટેશન ના હોવાથી મોટુ નુકસાન થાય છે. 

હાઈબ્રિડ કાર્સના ફાયદા અને નુકસાન
આ એક શાનદાર ટેકનોલોજી છે જે પેટ્રોલ એન્જીનને ઈલેક્ટ્રિક પાવર પણ આપે છે. હાઈબ્રિડ કાર વધારે પાવરફૂલ અને પરફોર્મન્સ ડ્રિવન હોય છે. આ કારોનો ટોર્ક અને બીએચપી પેટ્રોલ અને સીએનજીની તુલનામાં વધારે હોય છે. 
હાઈબ્રિડ કારનું મેઈન્ટેન્સ પેટ્રોલ કાર જેટલુ જ હોય છે. 
હાઈબ્રિડ કારને ચાર્જ કરવાની જરૂર નથી પડતી. જોકે પ્લગઈન હાઈબ્રિડ કાર્સ પણ આવે છે જેને ચાર્જ કરવાની જરૂર પડે છે. પણ તે કાર્સ ઈલેક્ટ્રિક મોડ પર પણ ચાલી શકે છે. 
હાઈબ્રિડ કાર્સનું સૌથી મોટુ નુકસાન એ છે કે ટેકનોલોજી વધાર મોંઘી છે.  હાઈબ્રિડ કાર્સની કિંમત વધારે છે. 
બેટરી પેક અથવા મોટરની ખરાબી આવવા પર તેને રિપેર કરવાનો ખર્ચ વધારે હોય છે. 
પેટ્રોલ કાર્સની તુલનામાં હાઈબ્રિડ કાર્સની માઈલેજ સારી હોય છે. જોકે સીએનજી કાર્સની માઈલેજ સૌથી વધારે હોય છે.

પેટ્રોલ કારના ફાયદા અને નુકસાન
પેટ્રોલ કારનો સૌથી મોટો ફાયદો તેની કિંમત છે. પેટ્રોલ કાર સીએનજી અને હાઈબ્રિડ કાર્સ બંને કરતાં સસ્તી હોય છે.
પેટ્રોલ કારનો પાવર સીએનજી કારની તુલનામાં વધારે હોય છે.
પેટ્રોલ કારનું મેઈન્ટેન્સ ઓછુ હોય છે. 
પેટ્રોલ કાર્સનું સૌથી મોટુ નુકસાન માઈલેજ હોય છે. અન્ય કાર્સ કરતાં પેટ્રોલ કારની માઈલેજ ઓછી હોય છે. 
પેટ્રોલ કાર હવે જૂની ટેકનોલોજી થઈ ગઈ છે. જેમાં સતત બદલાવ કરવામાં આવી રહ્યાં છે. જેના કારણે કારનું એન્જીન જલ્દી ઑબ્સલીટ થઈ જાય છે. 
પેટ્રોલ કાર્સ સીએનજી અને હાઈબ્રીડ કાર્સ કરતાં વધારે પોલ્યુશન કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news