Facebook App Update: ફેસબુક એપને બનાવી દીધુ ટિકટોક, હવે આવુ રહેશે ઈન્ટરફેસ
Facebook App Update: ફેસબુક એપમાં જલ્દી જ એક નવી અપડેટ આવાની છે. જેના પછી એક નવો હોમ ટેબ જોવા મળશે. આ હોમ ટેબમાં ફોટોઝ, વીડિયોઝ અને મિત્રોના સ્ટેટસ જોવા મળશે. આ હોમ ટેબમાં લાઈક અને ફૉલો માટે પેજના અપડેટ મળશે
Trending Photos
Facebook App Update: મેટા કંપનીની લાંબા સમયથી નજર ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટોક પર છે. વર્ષ 2020માં ભારતમાં ટિકટોક બેન થયા પછી મેટાને જાણે લોટરી લાગી ગઈ છે. મેટાએ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ ફીચર આપ્યું અને આજે ભારતમાં ટિકટોકની જગ્યા ઈન્સ્ટાગ્રામ રીલ્સે લઈ લીધી છે. પરંતુ એમ લાગી રહ્યું છે મેટા આનાથી ખુશ નથી. મેટાએ હવે ફેસબુકના ઈંટરફેસમાં પણ બદલાવ લાવ્યા છે. જેના પછી હવે ફેસબુક એપ ટિકટોક જેવી જ લાગે છે. આવો જાણી ફેસબુકની નવી ડિઝાઈન વિશે.
હવે આવી જોવા મળશે ફેસબુક એપ
ફેસબુક એપમાં જલ્દી જ એક નવી અપડેટ આવાની છે. જેના પછી એક નવો હોમ ટેબ જોવા મળશે. આ હોમ ટેબમાં ફોટોઝ, વીડિયોઝ અને મિત્રોના સ્ટેટસ જોવા મળશે. આ હોમ ટેબમાં લાઈક અને ફૉલો માટે પેજના અપડેટ મળશે. આ ટેબમાં સજેશનવાળા પોસ્ટ પણ જોવા મળશે. એટલુ જ નહીં પણ ફેસબુક બ્રાઉઝીંગ હિસ્ટ્રી સંબંધિત પોસ્ટ પણ જોવા મળશે.
ફેસબુક એપની નવી અપડેટ આવનારા સપ્તાહથી જોવા મળશે. આ અપડેટ પછી એક તકલીફ એ થશે કે જો કોઈ આપનો મિત્ર લાંબા સમય પછી પોસ્ટ કરે છે તો તેની પોસ્ટ આપની ટાઈમલાઈન પર દેખાવાની શક્યતા ઓછી રહેશે. કારણ કે ફેસબુક હવે સંપૂર્ણ નવા એલ્ગોરીધમ પર કામ કરશે. અને આપના સર્ચ અને ઈન્ટરેસ્ટના આધાર પર કંટેન્ટ બતાવશે. નવી અપટેડમાં આપને અનેક શોર્ટકટ બટન પર જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે