કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી

ફેસબુકના પ્રમુખ ટેકનિકલ અધિકારી માઇલ સ્ક્રોફરના સોશિયલ નેટવર્કના યૂઝર્સ માટે નવું પ્રાઇવેસી ટૂલ લાગૂ કરવાની જાહેરાત કરતા એક નિવેદનમાં આ જાણકારી આપી. 

 

 કેમ્બ્રિજ એનાલિટિકાને આપવામાં આવી ફેસબુકના 8.7 કરોડ યૂઝર્સની ખાનગી જાણકારી

વોશિંગટનઃ બ્રિટનની રાજનીતિક કાઉન્સેલર કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ કહ્યું કે, 8 કરોડ 70 લાખ ફેસબુક યુઝર્સનો ખાનગી ડેટા અનુચિત રૂપથી કંપની સાથે શેર કરવામાં આવ્યો. આ પહેલાના પાંચ કરોડના અનુમાનથી વધુ છે. ફેસબુકના પ્રમુખ ટેકનિકલ અધિકારી માઇક સ્ક્રોફરે સોસિયલ નેટવર્કના યૂઝર્સ માટે નવું પ્રાઇવેસી ટૂલ લાગૂ કરવાની જાહેરાત કરતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું, અમારૂ માનવું છે કે કુલ મળીને ફેસબુક પર 8 કરોડ 70 લાખ લોકોની ખાનગી જાણકારી અનુચિત રૂપથી કેમ્બ્રિજ એનાલિટિકા સાથે શેર કરવામાં આવી હતી. તેના વધુ પડતા યૂઝર્સ અમેરિકાના છે. 

આ ખુલાસાથી ફેસબુક માટે સંકટ વધતુ જાય છે. જે ડોનાલ્ડ ટ્રમ્પના 2013ના ચૂંટણી અભિયાન માટે કામ કરી રહેલા સલાહકારી સમૂહ દ્વારા ખાનગી ડેટા હેકિંગ પર ખુલાસા બાદ દબાણનો સામનો કરી રહ્યું છે. ફેસબુક આ મામલાની તપાસનો સામનો કરી રહ્યું અને તેના મુખ્ય કાર્યકારી માર્ક ઝુકરબર્ગ મામલા પર આગામી સપ્તાહે સંસદીય સમિતિની સમક્ષ નિવેદન આપવા માટે રાજી થઈ ગયા છે. 

સ્ક્રોફરે કહ્યું કે, આગામી સોમવારે (9 એપ્રિલ)એ નવા ટૂલ્સથી યૂઝર્સને પ્રાઇવેસી અને ડેટા શેર કરવાની સારી સમજ મલશે. ફેસબુકે અલગ નિવેદન જારી કરીને કહ્યું કે નવી સેવા શરતોથી ડેટા શેર કરવા અને જાહેરાત કઈ રીતે પહોંચે છે, તેના વિશે તસ્વીર સ્પષ્ટ થઈ જશે. સ્ક્રોફરે જણાવ્યું કે, ફેરફાર તેવો કરવામાં આવ્યો છે જેનાથી ફેસબુક સર્ચની સાથે કોઈપણ સ્ટીક લોકેશનની જાણકારી લગાવવા માટે તેનો ફોન નંબર કે ઈમેલ એડ્રેસ એન્ટર કરી શકશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news