15 દિવસમાં બદલી જશે Facebook, ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત

તમારૂ ફેસબુક પહેલા જેવું નહી રહે,ટુંકમાં જ એવા ફેરફારો કરાશે જેની સીધી જ અસર યુઝર પર પડશે

15 દિવસમાં બદલી જશે Facebook, ઝુકરબર્ગે કરી મોટી જાહેરાત

નવી દિલ્હી : તમારૂ ફેસબુક હવે પહેલા જેવું નહી રહે. ટુંક જ સમયમાં એવા ફેરફાર જોવા મળશે જેની અસર તમારા પર પડશે. ડેટા લીક મુદ્દે વિશ્વભરમાં વિરોધનો સામો કરી રહેલ માર્ક ઝુકરબર્ગ ટુંકમાં જ કંઇક મોટુ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર આગામી 15 દિવસમાં ફેસબુકમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. સાથે જ આગામી સમયમાં અન્ય પણ ઘણા ફેરફાર  થવાની શક્યતા છે. કંપનીનાં ચીફ પ્રાઇવેસી ઓફીસર એરિન એગને પોતે જ તેનો ખુલાસો કર્યો છે. એરિનનાં અનુસાર માર્ક જુકરબર્ગે ગત્ત અઠવાડીયે તેની જાહેરાત કરી હતી.

નવા ફેરફારો બાદ યુઝર્સ પોતાની અંગત માહિતી  વધારે સુરક્ષીત રાખી શકશે. એરિનનાં અનુસાર નવા ફેરફારો બાદ યુઝર્સ પાસે પોતાની અંગત માહિતી પરવધારે નિયંત્રણ રેખાનો અધિકાર હશે. તે ઉપરાંત ફેસબુક પર પ્રાઇવેસી સેટિંગ્સ અને મે્યુને પણ સરળ બનાવવામાં આવશે. તેનાંથી યુઝર્સ સરળતાથીફેરફાર કરી શકશે. નાના મોટા કુલ 10ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ ફેરફારોનાં મુદ્દે માર્ક જુગરબર્ગે પોતાની ટીમને નિર્દેશ આપ્યા છે. ખાસ કરીને પ્રાઇવેસી સેટિંગ્સમાં મોટા ફેરફારો થશે. ગત્ત દિવસોમાં ડેટા લીકનાં સમાચારો સમગ્ર વિશ્વમાં ઘણા યુઝર્સ ફેસબુકને ક્વિટ કરી ચુક્યા છે. એવી સ્થિતીમાં ફેસબુક પાસે યુઝર્સને અટકાવવા માટે કોઇ જ ચારો નથી. સરકારે પણ ફેસબુકે પણ યુઝર્સને પોતાનો ખ્યાલ રાખવા માટે કહ્યું છે. 

પ્રાઇવેસી સેટિંગ્સમાં થશે ફેરફાર
ફેસબુક પોતાનાં પ્રાઇવેસી સેટિંગ્સમાં ફેરફારો કરવા જઇ રહ્યું છે. નવા પ્રાઇવેસી સેટિંગ્સનાં શોર્ટકટ મેન્યુ બનાવવામાં આવી રહ્યા છે. તેનાં કારણે યુઝર્સને એકાઉન્ટ અને અંગત માહિતી પહેલા કરતા વધારે નિયંત્રણ રહેશે. તેનાં કારણે યુઝર્સ પોતાનાં શેરિંગ પોસ્ટ, ડીલિગ પોસ્ટની પણ સમીક્ષા કરી શકશે. યુઝર્સ ગત્ત થોડા સમયમાં પોતાનાં ફેસબુક સાથે જે પોસ્ટ પર રિએક્ટ કર્યું હશે અથવા ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હશે અથવા પછી જે પણ સર્ચ કર્યું હશે. તે તમામની સમીક્ષા કરવામાં આવશે. તેનાં માટે પણ અલગથી ઓપ્શન આપવામાં આવશે. 

યુઝર્સ સામે પોલીસી જાહેર કરવામાં આવશે. 
યુઝર્સ ફેસબુક સાથે શેર કરેલા ડેટાને ડાઉનલોડ કરી શકશે. તેમાં અપલોડ કરાયેલ ફોટો, કોન્ટેક્ટ્સ અને ટાઇમલાઇન પર હાજર પોસ્ટને ડાઉનલોડ કરવામાં આવી શકશે. કોઇ અન્ય સ્થળ પર શેર કરવામાં આવવાની સુવિધા હશે. ફેસબુક પોતાના ટર્મ ઓફ સર્વિસ અને ડેટા પોલીસીને યુઝર્સ સામે ઇશ્યુ કરશે. યુઝર્સને માહિતી આપવામાં આવશે કે તેમને કોઇ પ્રકારની માહિતી માંગવામાં આવી રહી છે. સાથે જ તેનાં ઉપયોગ કઇ રીતે કરવામાં આવે છે અથવા થઇ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news