જબરદસ્ત ડિસ્કાઉન્ટ! માત્ર 549 રૂપિયામાં ખરીદો 13 હજારવાળો સ્માર્ટફોન, જાણો વિગત

Flipkart Offer: Flipkart પર સ્માર્ટફોનની ખરીદી પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આ ડીલમાં તમે એક બજેટ સ્માર્ટફોનને એક હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો. 

જબરદસ્ત ડિસ્કાઉન્ટ! માત્ર 549 રૂપિયામાં ખરીદો 13 હજારવાળો સ્માર્ટફોન, જાણો વિગત

નવી દિલ્હીઃ Realme Smartphone Discount: realme C33 એન્ટ્રી લેવલ સેગમેન્ટ સ્માર્ટફોન છે, જેને ગ્રાહકો વચ્ચે ખુબ પસંદ કરવામાં આવે છે કારણ કે તેની કિંમત ખુબ ઓછી છે. પરંતુ આ ફોનની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે. તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોન એટલી ઓછી કિંમતે વેચવામાં આવી રહ્યો છે કે તમે વિશ્વાસ કરી શકશો નહીં. આ ફોન હવે મોટા ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવી રહ્યો છે અને ગ્રાહક તેને ધડાધડ બુક કરી રહ્યાં છે. 

શું છે ઓફર
તમને જણાવી દઈએ કે આ સ્માર્ટફોનની અસલ કિંમત 12999 છે, પરંતુ તેના પર કંપની તરફથી 23 ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ કર્યાં બાદ ગ્રાહકોએ ફોન માટે માત્ર 9999 રૂપિયા ચુકવવા પડશે. તો લિસ્ટેડ પ્રાઇઝ ખુબ ઓછી થઈ જાય છે જેથી ગ્રાહકો સરળતાથી પોતાના બજેટમાં ખરીદી શકે છે. 

એક્સચેન્જ બોનસ પણ છે સામેલ
તો તમે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ડ કે એમેઝોન પર ખરીદો તો તેમાં અન્ય એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. આ એક્સચેન્જ બોનસ 9499 રૂપિયાનું છે, અને જો તે સંપૂર્ણ રીતે લાગૂ થાય તો તમારે આ સ્માર્ટફોન માટે માત્ર 549 રૂપિયા ચુકવવા પડશે. તમે તમારો જૂનો ફોન આપી શકો છો અને તેના બદલે તમને મોટું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય અન્ય બેન્ક ઓફર પણ ચાલી રહી છે. 

શું છે ખાસિયત
આ સ્માર્ટફોનમાં કંપનીએ 50 મેગાપિક્સલનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ કેમેરો આપ્યો છે. કંપનીએ પોતાની વેબસાઇટમાં તેના 50 મેગાપિક્સલ મોડના કેટલાક સેમ્પલ લવાવ્યા છે. આ સિવાય ફોન નાઇડ મોડમાં પણ કામ કરે છે. આ સિવાય કંપનીએ આ સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપ્યો છે, જે એઆઈ બ્યૂટીને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે આ ફોન સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે આવશે. ફોનને પાવર આપવા માટે 5000 mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે આ ફોન 37 દિવસના સ્ટેન્ડબાય ટાઇમની સાથે આવશે. ફોનની અંદર બેટરી બચાવવા માટે અલ્ટ્રા સેવિંડ મોડ પણ આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news