GOOGLE Input Output ની તારીખો થઈ જાહેર, મેગા ઈવેન્ટમાં ANDROID 12 થશે લોન્ચ

ગૂગલે પોતાના ડેવલોપર કોન્ફરેન્સ GOOGLE INPUT-OUTPUTનું એલાન કર્યું છે. કંપની દર વર્ષે GOOGLE I/O ડેવલોપર કોન્ફરેન્સનું આયોજન કરે છે. જેમાં લોકોને કંપનીના સોફ્ટવેર વિશે માહિતગાર કરવામાં આવે છે.

GOOGLE Input Output ની તારીખો થઈ જાહેર, મેગા ઈવેન્ટમાં ANDROID 12 થશે લોન્ચ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગૂગલે પોતાના ડેવલોપર કોન્ફરેન્સ GOOGLE INPUT-OUTPUTનું એલાન કર્યું છે. કંપની દર વર્ષે GOOGLE I/O ડેવલોપર કોન્ફરેન્સનું આયોજન કરે છે. જેમાં લોકોને કંપનીના સોફ્ટવેર વિશે માહિતગાર કરવામાં આવે છે.

આ વખતે GOOGLE I/O કોરોના વાયરસની મહામારીને કારણે વર્ચ્યુલ રીતે યોજાશે. ઈવેન્ટની શરૂઆત 18થી 20 મે સુધી યોજાશે. આ ઈવેન્ટમાં ANDROID 12 પર લોકોની ખાસ નજર રહેશે. ગૂગલના CEO સુંદર પિચાઈએ કહ્યું છે કે આ વખતે GOOGLE I/O ફ્રી હશે અને કોઈ પણ વ્યક્તિ તેને અટેન્ડ કરી શકશે. કંપનીએ GOOGLE I/O 2021ની વેબસાઈટ લાઈવ કરી છે જેનાથી આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

મહત્વનું છે કે ગૂગલના ઈવેન્ટ ન માત્ર ડેવલોપર્સ માટે છે, પરંતુ ગ્રાહકો માટે પણ છે. કારણ કે અહીં કંપની ભવિષ્યમાં આવતા પ્રોડક્ટ્સ વિશે માહિતી આપે છે. એવું પણ બની શકે છે કે કંપની આ ઈવેન્ટમાં કોઈ હાર્ડવેર પ્રોડક્ટ લોન્ચ કરી શકે. 2019ના ઈવેન્ટની વાત કરીએ તો ડેવલોપર કોન્ફરેન્સમાં જ કંપનીએ PIXEL 3A અને NEST HUB સ્માર્ટ ડિસ્પ્લેનું એલાન કર્યું હતું. ANDROID 12નું એલાન આ ઈવેન્ટમાં કરવામાં આવશે. આ ઈવેન્ટમાં ANDROID 12માં ક્યાં-ક્યાં ફિચર્સ હશે અને પહેલાના વર્ઝનની સરખામણીએ તેમાં શું નવું હશે તે વિશે માહિતી આપવામાં આવશે.

PIXEL 5A-
હાલમાં PIXEL 5Aને લગતા સ્પેસિફિકેશન્સ લીક થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કંપની PIXEL 5Aને જૂનમાં લોન્ચ કરશે. પરંતુ મે મહિનામાં કંપનીની ડેવલોપમેન્ટ ઈવેન્ટ યોજાવામાં જઈ રહી છે. આ દરમિયાન આ ફોનું એલાન કરવામાં આવી શકે.

Wear OS અપડેટ-
ગૂગલે FITBIT કંપનીને ખરીદી લીધી છે. હવે ગૂગલ ફિટબિટનો કેવી રીતે ઉપયોગ કરે છે તે મહત્વનો વિષય છે. આ ઈવેન્ટમાં કંપની FITBITના પ્લાન અને તેમા આવતી OS અપડેટ પણ જાહેર કરી શકે છે. કારણ કે વેરેબલ સ્માર્ટ વોચનું માર્કેટ ખુબ વિકસિત થઈ રહ્યું છે અને ગૂગલ તેમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે.

આ રીતે ઈવેન્ટમાં કરો રજીસ્ટ્રેશન-
યુઝર્સે GOOGLE I/O 2021ની વેબસાઈટ પર જવું પડશે. વેબસાઈટ ઓપન થતા તમને રજીસ્ટ્રેશન બોક્સ મળશે. અહીં લખ્યું હશે કે આ ઈવેન્ટ ફ્રી છે અને તમામ લોકો માટે ઓપન છે. રજીસ્ટ્રેશન કરવાનો ફાયદો એ છે કે તમે વર્કશોપ અને આસ્ક મી એનિથિંગ સેશન જોઈન કરી શકો છો. પોતાના IDથી લોગ ઈન કરવું પડશે. જે બાદ તમને અનેક સવાલ પૂંછવામાં આવશે. તમામ જવાબ ભર્યા બાદ તમે આ સેશન માટે રજીસ્ટર થઈ શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news