Viral Photo: આ સુપરહોટ અભિનેત્રીએ પોતાની જાતને ગણાવી 'ઈન્દિરાનગરની ગુંડી', ઓળખી તમે?

બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ(Deepika Padukone) જેટલી પોતાની એક્ટિંગને લઈને ચર્ચિતછે એટલી જ તેની સેન્સ ઓફ હ્યુમર પણ ગજબની છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ છે અને છાશવારે પોતાની તસવીરો દ્વારા કામ અને જીવનની અપડેટ આપતી રહે છે. પરંતુ હાલમાં જ તેણે પોતાનો એક ફોટો શેર કરીને લોકોને ચોંકાવી દીધા. જેમા તેણે પોતાની જાતને 'ગુંડી' ગણાવી. 
Viral Photo: આ સુપરહોટ અભિનેત્રીએ પોતાની જાતને ગણાવી 'ઈન્દિરાનગરની ગુંડી', ઓળખી તમે?

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ(Deepika Padukone) જેટલી પોતાની એક્ટિંગને લઈને ચર્ચિતછે એટલી જ તેની સેન્સ ઓફ હ્યુમર પણ ગજબની છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ છે અને છાશવારે પોતાની તસવીરો દ્વારા કામ અને જીવનની અપડેટ આપતી રહે છે. પરંતુ હાલમાં જ તેણે પોતાનો એક ફોટો શેર કરીને લોકોને ચોંકાવી દીધા. જેમા તેણે પોતાની જાતને 'ગુંડી' ગણાવી. 

જુઓ તો જરા આ ઈન્દિરાનગરની 'ગુંડી'ને
હકીકતમાં દીપિકા પાદુકોણે (Deepika Padukone) એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. આ તસવીર તેની માતા ઉજ્જવલા પાદુકોણે ક્લિક કરી છે. માતા દ્વારા લેવાયેલા ફોટાને શેર કરીને કેપ્શનમાં દીપિકાએ પોતાને જ ગુંડી ગણાવી. દીપિકાએ કેપ્શનમાં લખ્યું કે 'ઈન્દિરાનગરની ગુંડી છું હું'- મામાપાદુકોણ...

'ગુંડી' પર આવી ગયો પ્રેમ
દીપિકા (Deepika Padukone) ના આ ક્યૂટ ફોટા પર બોલીવુડ સેલેબ્સ પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. દીપિકાના પતિ રણવીર સિંહે અહીં લાફ્ટર અને હાર્ટ ઈમોજી દર્શાવી છે. જ્યારે પ્રિયંકા ચોપરાએ સો ક્યૂટ લખીને એક લવ ઈમોજી મૂકી છે. આ ઉપરાંત અનેક લોકોએ વખાણ કરતા કોમેન્ટ કરી છે. 

બાળપણની તસવીરો હંમેશા થઈ વાયરલ
આ તસવીરમાં દીપિકા પોતાના મોઢામાં આંગળી નાખેલી જોવા મળી રહી છે.  તસવીર જોઈને લાગે છે કે તે એક વર્ષ કરતા પણ નાની છે. તેણે ખુબ ગરમ કપડાં પહેર્યા છે. તસવીરમાં તેની શરારતી આંખો દર્શાવી રહી છે કે દીપિકા બાળપણથી જોલી છે. 

આ ફિલ્મોમાં જોવા મળશે દીપિકા
દીપિકા પાદુકોણ આગામી ફિલ્મ 83માં પતિ રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ઉપરાંત તે શકુન બત્રાની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. જેમાં સહકલાકાર સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે છે. આ સાથે જ દીપિકા જલદી ઋતિક રોશન સાથે ફિલ્મ ફાઈટરમાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news