આ રીતે કરો સેટિંગ, શિડ્યૂલ ટાઇમ પર વિંડોઝ પીસી આપમેળે થઇ જશે ON

વિંડોઝ પીસીમાં બીઆઇઓએસ (BIOS) ફીચર બિલ્ડ હોય છે. જોકે તેને ઇનેબલ કરવા માટે બીઆઇઓએસ મોડમાં બૂટ કરવું પડશે. આવો જાણીએ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ

આ રીતે કરો સેટિંગ, શિડ્યૂલ ટાઇમ પર વિંડોઝ પીસી આપમેળે થઇ જશે ON

નવી દિલ્હી: કોરોના વાયરસના લીધે અત્યાર સુધી ઘણા યૂઝર વર્ક ફ્રોમ કરી રહ્યા છે. ઘરેથી કામ કરવું દરેક વખતેપીસીને ઓન કરવું થોડું મુશ્કેલ થઇ જાય છે. એવામાં તમને પણ લાગતું હશે કદાચ નક્કી સમયે પીસી આપમેળે ઓન (automatically turn on) થઇ જાય અને તમે સમય બગાડ્યા વિના કામ શરૂ કરી શકો. આ સંભવ છે. તમારે વિંડોઝ પીસી (windows pc) નક્કી સમયે (Scheduled Time) પર આપમેળે એટલે કે ઓટોમેટિકલી ઓન થઇ જશે. 

વિંડોઝ પીસીમાં બીઆઇઓએસ (BIOS) ફીચર બિલ્ડ હોય છે. જોકે તેને ઇનેબલ કરવા માટે બીઆઇઓએસ મોડમાં બૂટ કરવું પડશે. આવો જાણીએ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ.

આવી રીતે કરી શકો છો શિડ્યૂલ

- પીસી નક્કી સમયે આપમેળે ઓન થઇ જશે, તેના માટે સૌથી પહેલાં તમારે વિંડોઝ પીસીને બીઆઇઓએસ મોડમાં બૂટ કરવું પડશે. ત્યારબાદ શિફ્ટ બટનને પ્રેસ કરીને પીસીને રીબૂટ કરી દો. 

- ત્યારબાદ તમારા પીસી એડવાસ્ડ સેટઅપ સ્ક્રીન સાથે બૂટ થઇ જશે. પછી તમે ટ્રબલ્સશૂટમાં ગયા બાદ એડવાસ્ડવાળા ઓપ્શનમાં જાવ. ત્યારબાદ અહીં તમે યૂઇએફઆઇ ફર્મવેર સેટિંગ્સ પર ક્લિક કરો. આ તમારા પીસીની બીસીઆઇઓએસ મોડમાં રીબૂટ કરી દેશે. 

- જ્યારે તમે બીઆઇઓએસ મેન્યૂમાં પહોંચી જાવ, તો પછી એરો કીઝનો ઉપયોગ કરી નેવિગેટ કરવા માટે અને એન્ટર કીનો ઉપયોગ સિલેક્ટ કરીને તેના માટે કરી શકો છો. 

- હવે તમે બીઆઇઓએસમાં એડવાસ્ડ ઓપ્શન અથવા પાવર ઓપ્શનને સર્ચ કરો. અહીંયા હવે તમને વેકઅપ ઓન એલાર્મ ઓપ્શન જોવા મળશે. 

- આ ઓપ્શનને સિલેક્ટ કર્યા બાદ આ તમને પીસીને બૂટ કરવાના સમય વિશે પૂછશે. અહીંયા પીસીને બૂટ કરવા માટે સમય મર્યાદા નોંધ્યા બાદ તેને સેવ કરી દો. પછી બીઆઇઓએસ પેજમાંથી બહાર નિકળી જાવ.

આ પ્રકારે તમે વિંડોઝ પીસીને ઓટોમેટિક ટર્ન ઓન કરવા માટે શેડ્યૂલ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news