ચેટિંગ કરતા પણ Online દેખાશો નહીં, આ છે કમાલની Whatsapp Trick

ઘણીવાર આપણે કોઈ વોટ્સએપ મેસેજને એટલા માટે નથી વાંચતા કારણ કે બીજા કોઈને આપણા ઓનલાઇન  (Online) હોવાની જાણ ન થઈ જાય.

ચેટિંગ કરતા પણ Online દેખાશો નહીં, આ છે કમાલની Whatsapp Trick

નવી દિલ્હીઃ પોપ્યુલર મેસેજિંગ એપ વોટ્સએપ  (WhatsApp) નો ઉપયોગ બધા કરે છે. ઘણીવાર આપણે કોઈ વોટ્સએપ મેસેજને એટલા માટે નથી વાંચતા કારણ કે બીજા કોઈને આપણા ઓનલાઇન  (Online) હોવાની જાણ ન થઈ જાય. બની શકે કે આપણે કોઈ વ્યક્તિ સાથે ચેટિંગ કરવા ઈચ્છીએ છીએ, પરંતુ બીજાને તેની ખબર ન પડવી જોઈએ. આવી સ્થિતિમાં અમે તમારા માટે એક કમાલની વોટ્સએપ ટ્રિક (how to chat without showing online in whatsapp) જણાવવાના છીએ, જેના દ્વારા તમે વોટ્સએપ ચેટિંગ કરતા ઓનલાઇન દેખાશો નહીં. 

આ છે પ્રથમ રીત
- પહેલી રીતમાં અમે સ્માર્ટફોનના નોટિફિકેશનની વિન્ડોનો ઉપયોગ કરવાના છીએ. 
- હકીકતમાં જ્યારે વોટ્સએપ પર કોઈ મેસેજ આવે છે તો તેનું નોટિફિકેશન જરૂર તમારા ફોન પર આવતું હશે.
- જો તમે વધુ જૂના ફોનનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ તો મેસેજની નીચે Reply નો વિકલ્પ મળતો હશે.
- આ ઓપ્શનમાં જઈને તમે વોટ્સએપ શરૂ કર્યા વગર મેસેજનો જવાબ આપી શકો છો. 
- આમ કરવાનો ફાયદો થશે કે તમારા Last Seen સ્ટેટસમાં કોઈ ફેરફાર થશે નહીં.
- એટલે કે બીજા લોકોને ખબર પડશે નહીં કે તમે ઓનલાઇન છો.

આ છે બીજી રીત
- આ માટે તમારે તમારા સ્માર્ટફોનના મોબાઇલ ડેટા અને વાઈફાઇનું કનેક્શન બંધ કરવું પડશે.
- ત્યારબાદ Whatsapp ખોલો અને તે મેસેજ પર જાવ જ્યાં તમારે રિપ્લે આપવાનો છે.
- તમારો મેસેજ ટાઈપ કરો અને મોકલી દો. આ મેસેજ હાલ સેન્ડ થશે નહીં.
- હવે તમારૂ વોટ્સએપ બંધ કરી દો. 
- સ્માર્ટફોનનું ઇન્ટરનેટ ફરી શરૂ કરો.
- હવે તમે ટાઇપ કરેલો મેસેજ ઓટોમેટિક સેન્ડ થઈ જશે અને તમે કોઈને ઓનલાઇન દેખાશો પણ નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news