Hyundai AURA નો ફર્સ્ટ લુક આવ્યો સામે, અહીં જુઓ કારનો ફોટો
દેશની બીજી સૌથી મોટી કાર બનાવનાર કંપની હ્યુન્ડાઇ (Hyundai) ભારતીય કાર બજારમાં પોતાની નવી કાર Hyundai AURA ને રજૂ કરી ધમાલ મચાવનાર છે. કંપનીએ સોમવારે આ કારનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે. લુકને જોવાથી ખબર પડે છે કે નવી કાર Hyundai AURA ની બહારની ડિઝાઇન એકદમ આકર્ષક છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની બીજી સૌથી મોટી કાર બનાવનાર કંપની હ્યુન્ડાઇ (Hyundai) ભારતીય કાર બજારમાં પોતાની નવી કાર Hyundai AURA ને રજૂ કરી ધમાલ મચાવનાર છે. કંપનીએ સોમવારે આ કારનો ફર્સ્ટ લુક જાહેર કરી દીધો છે. લુકને જોવાથી ખબર પડે છે કે નવી કાર Hyundai AURA ની બહારની ડિઝાઇન એકદમ આકર્ષક છે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર સેડાન કેટેગરીમાં ધમાલ મચાવનાર છે. તેની ડિઝાઇન ખાસકરીને તૈયાર કરવામાં આવી છે.
કંપનીએ તાજેતરમાં 12 નવેમ્બર 2019ના રોજ આ કારનું ટીઝર જાહેર કર્યું હતું. બરોના અનુસાર 2020 ઓરા સેડાન કાર Hyundai AURAમાં લેધરથી રપ કરેલું સ્ટીયરિંગ વ્હીલ હશે. સાથે જ સીટ ખૂબ જ આરામદાયક હશે. તેમાં ક્રોમ ડોર હેન્ડલ, એલઇડી ઇન્સર્ટની સાથે સી આકારની હેડલેમ્પ, 15 ઇંચ એલોય વ્હીલ લાગેલા હશે.
કારમાં ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, રીયર એસી વેંટ્સ, એન્જીન સ્ટાર્ટ-સ્ટોપ બટન અને હાઇટ એડજસ્ટમેન્ટની સાથે ડ્રાઇવર સીટ લાગેલી હશે. માનવામાં આવી રહ્યું છે કે તેમાં BS VI બેસ્ડ 1.2 લીટર પેટ્રોલ એન્જીન હશે. એન્જીનમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સિસ્ટમ સાથે AMT ઓપ્શન હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે