ભારત સરકારે ફેસબુક પાસે માંગી આ માહિતી, અમેરિકન કંપનીએ માંગ્યો 2 દિવસનો સમય

ભારતમાં લગભગ 20 કરોડ ફેસબુક એકાઉન્ટ યૂઝર્સ છે. એવામાં સમગ્ર દુનિયામાં ફેસબુક એકાઉન્ટ ધારોકમાં સોથી મોટા ભાગના યૂઝર્સમાં ભારતના લોકો છે.

ભારત સરકારે ફેસબુક પાસે માંગી આ માહિતી, અમેરિકન કંપનીએ માંગ્યો 2 દિવસનો સમય

નવી દિલ્હી: ભારત સરકારે માહિતી ટેકનોલોજી મંત્રાલયે હાલમાં ફેસબુકની સિસ્ટમ પર થયા હેકિંગના હુમલામાં ભારતમાં ઉપયોગ કરવામાં આવતા પ્રભાવિત એકાઉન્ટ વિશે ફેસબુક પાસેથી જાણકારી માંગી છે. સમાચારો અનુસાર હાલમાં ફેસબુકની સિસ્ટમ પર થયેલા હેકિંગ હુમલામાં લગભગ 5 કરોડ એકાઉન્ટ પર અસર થઇ છે.

ફેસબુક પાસેથી ભારત સરકારે માંગી જાણકારી
માહિતી ટેકનોલોજી વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ફેસબુકને 1 ઓક્ટોબરે મૌખિક રીતે આ આદેશ આપવામાં આવ્યો છે કે, હેકિંગ હુમલામાં કેટલા એવા ભારતીય યૂઝર્સ છે જેમાન ફેસબુક એકાઉન્ટ પર આ હુમલાની અસર જોવા મળી રહી છે. ત્યારે ફેસબુકના અધિકારીઓએ આ મામલે તપાસ કરીને 2 દિવસમાં જવાબ આપવાની વાત કરી છે. આ વિષય પર ફેસબુકના અધિકારીઓને પુછવા પર તેમણે કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો.

ફેસબુકે સ્વિકાર્યુ હતું કે હેકિંગ હુમલામાં 5 કરોડ એકાઉન્ટને થઇ અસર
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડીયે ફેસબુકે જાણકારી ઉપલબ્ધ આપી હતી કે હેકર્સે ફેસબુક સિસ્ટમ પર હુમલો કર્યો જેનાથી 5 કરોડ એકાઉન્ટને અસર થઇ હતી. જોકે ફેસબુકે તે જણાવ્યું ન હતું કે આ હેકિંગથી કયા દેશને કેટલી અસર થઇ છે.

ભારતમાં છે ફેસબુકના 20 કરોડ યૂઝર્સ
ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ 20 કરોડ ફેસબુક એકાઉન્ટ યૂઝર્સ છે. એવામાં સમગ્ર દુનિયામાં ફેસબુક એકાઉન્ટ ધારોકમાં સોથી મોટા ભાગના યૂઝર્સમાં ભારતના લોકો છે. ફેસબુકના સ્થાપક માર્ક ઝૂકરબર્ગે જણાવ્યું હતું કે કંપનીની એન્જિનિયરિંગ ટીમને 25 સપ્ટેમ્બરે ખબર પડી હતી કે તેમની સિસ્ટમ પર હુમલો કરવામાં આવ્યો છે જેનાથી 5 કરોડ એકાઉન્ટને અસર થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news