EXCLUSIVE !! રોજની લડાઈથી કંટાળીને બોલિવૂડની ટોચની જોડીએ કર્યું બ્રેકઅપ

હાલમાં બંનેની કરિયર પુરપાટ દોડી રહી છે

EXCLUSIVE !! રોજની લડાઈથી કંટાળીને બોલિવૂડની ટોચની જોડીએ કર્યું બ્રેકઅપ

મુંબઈ : ટાઇગર શ્રોફે બોલિવૂડમાં જ્યારથી પગ મુક્યો છે ત્યારથી તે છોકરીઓમાં હોટ ફેવરિટ બની ગયો છે. ટાઇગર શ્રોફના એક્શન દ્રશ્યો તેમજ ડાન્સ સ્ટાઇલના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. ટાઇગર પર છોકરીઓ મોટા પ્રમાણમાં લટ્ટુ છે પણ ટાઇગરના દિલમાં તો દિશા પટણીનું ખાસ સ્થાન છે. આ બંને કલાકાર છેલ્લા ત્રણ વર્ષથી એકબીજા સાથે ડેટ કરતા હતા. બોલિવૂડમાં આ કપલ પર્ફેક્ટ કપલ ગણાય છે. જોકે હવે આ જોડીના ચાહકો માટે એક ખરાબ સમાચાર મળ્યા છે. 

બોલિવૂડ લાઇફના એક સુત્રએ માહિતી આપી છે કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી હવે ટાઇગર અને દિશાએ બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી ટાઇગર અને દિશા વચ્ચે વારંવાર ઝઘડા થઈ રહ્યા છે. બંનેએ મળીને નવેસરથી પોતાના સંબંધોની શરૂઆત કરવાનો પ્રયાસ કર્યો પણ તેમને ખાસ સફળતા મળી નહોતી. આ કારણે જ અંતે બંનેએ અલગઅલગ થઈ જવાનો નિર્ણય કર્યો છે. હાલમાં બંને પાસે સારી ફિલ્મો છે અને બંને કામમાં ધ્યાન આપવા માગે છે. 

ટાઇગર અને દિશા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પણ તેમણે મીડિયા સામે ક્યારેય આ વાતનો સ્વીકાર નથી કર્યો. જોકે આ બંનેને મીડિયાએ અનેકવાર લંચ ડેટ અને ડિનર ડેટ પર જોયા છે. 2018ની શરૂઆતમાં તેમણે સાથે મળીને 'બાગી 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, તેમના બ્રેકઅપના સમાચારને કારણે ટાઇગર અને દિશાના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news