iPhone 14 Launch: દર સેકન્ડે Apple તૈયાર કરે છે 6 iPhone, લોન્ચ પહેલા જાણો 400 સ્ટેપની સંપૂર્ણ પ્રોસેસ

iPhone 14 Production: આંકડાઓ અનુસાર દર સેકન્ડે કંપનીના લગભગ છ આઈફોન બનાવવામાં આવે છે અને દરેક આઈફોન તૈયાર થવા માટે 400 સ્ટેપની કપરી પ્રક્રિયામાંથી પસાર થાય છે. Appleની નવી iPhone સિરીઝ લૉન્ચ થાય તે પહેલાં, ચાલો તેની મેકિંગ પ્રોસેસ વિશે વિગતવાર જાણીએ.

iPhone 14 Launch: દર સેકન્ડે Apple તૈયાર કરે છે 6 iPhone, લોન્ચ પહેલા જાણો 400 સ્ટેપની સંપૂર્ણ પ્રોસેસ

iPhone 14 Production: આજે રાત્રે એટલે કે 7 સપ્ટેમ્બર, 2022ના રોજ રાત્રે 10:30 વાગ્યે iPhone 14 સત્તાવાર રીતે લોન્ચ થશે. આ ફોનની લૉન્ચ ઇવેન્ટને સ્ટ્રીમ કરવા માટે ચાહકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. iPhone 14 લૉન્ચ કરતા પહેલા ચાલો જાણીએ કે Apple કેવી રીતે પોતાના iPhones તૈયાર કરે છે, તેની પ્રોસેસ શું છે. 

તમને જણાવી દઈએ કે આંકડાઓ અનુસાર દર સેકન્ડે કંપનીના લગભગ છ આઈફોન બનાવવામાં આવે છે અને દરેક આઈફોન તૈયાર થવા માટે 400 સ્ટેપની કપરી પ્રક્રિયામાંથી પસાર થાય છે. Appleની નવી iPhone સિરીઝ લૉન્ચ થાય તે પહેલાં, ચાલો તેની મેકિંગ પ્રોસેસ વિશે વિગતવાર જાણીએ.

દર સેકન્ડે એપલ તૈયાર કરી લે છે છ iPhone
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર લગભગ 5 લાખ આઈફોન એક દિવસમાં બને છે એટલે કે દર મિનિટે 350 યુનિટ અને દર સેકન્ડમાં 6 યુનિટ. આ પ્રક્રિયામાં 200 થી વધુ સપ્લાયર્સ પાસેથી ઘટકો એકત્રિત કરવામાં આવે છે જેમાં મેમરી ચિપ, મોડેમ, કેમેરા મોડ્યુલ, માઇક્રોફોન અને ટચ સ્ક્રીન કંટ્રોલર જેવા ભાગોનો સમાવેશ થાય છે.

લોંચ કરતા પહેલા જાણો 400 સ્ટેપની સંપૂર્ણ પ્રક્રિયા 
ચાલો જાણીએ iPhone બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા શું છે અને તે કેવી રીતે થાય છે. Apple વૈશ્વિક સપ્લાયર્સ પાસેથી ઘટકો લે છે અને તેના ઉત્પાદકોને આપે છે. ચીન સ્થિત કંપની ફોક્સકોન ફોન માટે મેટલ કેસીંગ્સ બનાવે છે, અને કુલ મળીને આઇફોનને પોલિશિંગ, સોલ્ડરિંગ, ડ્રિલિંગ અને ફીટીંગ સ્ક્રૂ જેવી પ્રક્રિયાઓ સહિત 400 સ્ટેપ્સમાંથી પસાર થવું પડે છે.

તમને જણાવી દઈએ કે પહેલો iPhone વર્ષ 2007માં લૉન્ચ થયો હતો અને હવે iPhone 14 લૉન્ચ થવા જઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news