દેશનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન JioPhone Next કાલે થશે લોન્ચ, જાણો કિંમત, ફીચર્સ અને સેલ સાથે જોડાયેલી તમામ જાણકારી

ગણેશ ચતુર્થીના દિવસે રિલાયન્સ પોતાનો નવો ફોન JioPhone Next ભારતીય બજારમાં લોન્ચ કરવાની છે. ફોન સાથે જોડાયેલી અમુક જાણકારી સામે આવી છે. 
 

દેશનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન JioPhone Next કાલે થશે લોન્ચ, જાણો કિંમત, ફીચર્સ અને સેલ સાથે જોડાયેલી તમામ જાણકારી

નવી દિલ્હીઃ Google અને Jio સાથે મળી એક સસ્તો ફોન માર્કેટમાં લોન્ચ કરવાના છે. આ ફોનની દરેક સામાન્ય વ્યક્તિ રાહ જોઈ રહ્યો છે કારણ કે તેવી માહિતી છે કે આ દેશનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હશે. આ ફોનનું નામ કંપનીએ JioPhone Next રાખ્યું છે. ફોનને શુક્રવારે ગણેશ ચતુર્થીના તહેવાર પર લોન્ચ કરવામાં આવશે. જૂનમાં આયોજીત રિલાયન્ય ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભામાં કંપનીએ પહેલા ગૂગલ ફોનની જાહેરાત કરી હતી. JioPhone Next ગૂગલની Android ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારી એક અલ્ટ્રા-સસ્તો સ્માર્ટફોન હશે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પણ JioPhone Next વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે બંને કંપનીઓના ફોન માટે 'એન્ડ્રોયડ ઓપરેટિંગ સિસ્ટમનું સ્પેશિયલ વર્ઝન' બનાવવામાં આવ્યું છે. આવો અમે તમને જણાવીએ આ અલ્ટ્રા-સસ્તા 4G સ્માર્ટફોન JioPhone Next વિશે દરેક જરૂરી વિગત...

JioPhone Next સંભવિત સ્પેસિફિકેશન્સ
રિલાયન્સ જીયોના જીયોફોન નેક્સ્ટના ફીચર્સની પુષ્ટિ થઈ નથી, કંપનીએ માત્ર તે સુવિધાઓની પુષ્ટિ કરી છે જે યૂઝર્સને ફોનની સાથે મળશે. લીક અને અફવાઓ જણાવે છે કે નવો જીયોફોન એન્ડ્રોઇડ 11 (ગો એડિશન) ની સાથે આવશે. આ એક કોમ્પેક્ટ 5.5 ઇંચ એચડી ડિસ્પ્લેની સાથે આવશે. લીક અનુસાર ફોન ક્વાલકોમ QM215 SoC પ્રોસેસરની સાથે આવી શકે છે. ફોનને 2જીબી અને 3જીબી રેમમાં 16GB કે 32GB eMMC 4.5 સ્ટોરેજ વિકલ્પોની સાથે રજૂ કરી શકાય છે. JioPhone Next માં પાછળની તરફ 13 મેગાપિક્સલનો કેમેરા સેન્સર અને ફ્રંટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો હોઈ શકે છે. લીક્સનો દાવો છે કે કંપનીએ ડિવાઇસની અંદર 2,500mAh ની નાની બેટરી આપી છે. ડ્યુઅલ-સિમ સ્માર્ટફોનમાં બ્લૂટૂથ v4.2 અને જીબીએસ કનેક્ટિવિટી માટે સપોર્ટ હોવાની પણ અફવા છે. 

JioPhone Next કન્ફર્મ ફીચર્ચ
JioPhone નેક્સ્ટમાં વોયસ આસિસ્ટન્ટ, સ્ક્રીન ટેક્સ્ટ લેંગવેજ ટ્રાન્સલેશનનું ઓટોમેટિક રીડ-અલાઉડ, ઓગમેન્ટેડ રિયાલિટી ફિલ્ટરવાળો સ્માર્ટ કેમેરો અને ઘણુ બધુ છે. એક બટનના એક ટેપથી ફોનના કન્ટેન્ટની ભાષા બદલવાનો ઓપ્શન મળશે. ડિવાઇસ ડિજિટલ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે, તેથી યૂઝર્સ અવાજનો ઉપયોગ કરી લેટેસ્ટ ક્રિકેટ સ્કોર કે હવામાન અપડેટ માટે Google Assistant સપોર્ટને પણ પૂછી શકશે. તમે ડિજિટલ આસિસ્ટન્ટને  Jio Saavn  પર મ્યૂઝિક ચલાવવા માટે કહી શકો છો કે MyJio એપ પર પોતાનું બેલેન્ચ ચેક કરી શકો છો. હેન્ડસેટમાં એચડીઆર મોડની સાથે-સાથે સ્નેપચેટ લેન્સ પણ છે, જે સીધો ફોનના કેમેરાથી એક્સેસ કરી શકાય છે. 

Jio Phone Next Price ની સંભવિત કિંમત અને ઓફર
નવા જીયો ફોન વેચવા માટે કંપની પોતાના રિટેલ પાર્ટનર્સ સાથે વાતચીત કરી રહી છે. અત્યાર સુધી જીયો ફોન નેક્સ્ટની કિંમતનો ખુલાસો થયો નથી પરંતુ રિપોર્ટ પ્રમાણે તેના બેસિક વેરિએન્ટની કિંમત 3499 રૂપિયાહોઈ શકે છે, જ્યારે એડવાન્સ વેરિએન્ટની કિંમત 5000 રૂપિયા સુધી રહેવાનું અનુમાન છે. ખબર તે પણ છે કે જીયો ફોન નેક્સ્ટને ગ્રાહક EMI પર પણ ખરીદી શકશે. તેની પાછળ કંપનીનો ઇરાદો છે કે ફોન ખરીદવા દરમિયાન ગ્રાહકો પર એક સાથે રૂપિયાનો ભાર પડે નહીં. રિલાયન્સે તે માટે ઘણી બેન્કો સાથે વાતચીત કરી છે ત્યારબાદ ફોનને લેવા માટે માત્ર 500 રૂપિયા ડાઉન પેમેન્ટ આપવું પડશે. બાકીના પૈસાની ચુકવણી હપ્તામાં કરવાની રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news