જો તમારા મોબાઈલ પર પણ વારંવાર આવી રહી છે એડલ્ટ નોટિફિકેશન, તો આવી રીતે કરો બંધ

Tips to stop Adult ads and Notifications: ઘણીવખત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ગૂગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડલ્ટ જાહેરાતો અચાનક દેખાવા લાગે છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે અને તેને કેવી રીતે રોકી શકાય?

જો તમારા મોબાઈલ પર પણ વારંવાર આવી રહી છે એડલ્ટ નોટિફિકેશન, તો આવી રીતે કરો બંધ

Tips to stop Adult ads and Notifications: છેલ્લા કેટલાક વર્ષોમાં ઈન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેક વ્યક્તિ ઈન્ટરનેટ પર વ્યસ્ત હોય છે. લોકો ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયા એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા એપ્સ લોકો માટે મનોરંજનનું મુખ્ય માધ્યમ બની ગયું છે. જો કે જ્યારે તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરો છો, ત્યારે અનેક લોકોની નજર તમારા પર હોય છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે તમારા પર દરેક ક્ષણે નજર રાખવામાં આવે છે. તમે નોટિસ કર્યું હશે કે તમે ઇન્ટરનેટ પર જે પ્રકારનું કોન્ટેન્ટ જુઓ છો તે જ પ્રકારની જાહેરાતો તમને દેખાવા લાગે છે. ઘણી વખત લોકોને એડલ્ટ જાહેરાતો અને નોટિફિકેશન મળવાનું શરૂ થાય છે. ઘણીવખત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ગૂગલ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડલ્ટ જાહેરાતો અચાનક દેખાવા લાગે છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે અને તેને કેવી રીતે રોકી શકાય?

આ પણ વાંચો:

એપ્સ રાખે છે તમારા પર નજર

ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ યુઝરની એક્ટિવીટીની નોંધ રાખે છે અને તે મુજબ તમને જાહેરાતો બતાવે છે. એટલે કે, તમારી એક્ટિવીટીમાં આવી સામગ્રીઓ જોવા મળી હોય ત્યારે તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી જાહેરાતો વધારે જુઓ છો. કારણ કે તે સર્ચ અલ્ગોરિધમને અનુસરે છે. આ અલ્ગોરિધમ્સ યુઝર્સની પસંદગીઓ, મીડિયા યુઝ, સર્ચ અને કોમેન્ટ પર આધારિત હોય છે.

આ કારણે આવે છે એડલ્ટ નોટિફિકેશન

- જો તમે કોઈ વેબસાઈટ અથવા કોન્ટેન્ટ જોયું હોય જે એડલ્ટ કેટેગરીનું હોય. ત્યારપછી તમારું બિહેવિયર મશીનના અલ્ગોરિધમમાં અપડેટ થાય છે. આ પછી તમને આવી જાહેરાતો દેખાવા લાગે છે. જાહેરાત ઉપરાંત આ અલ્ગોરિધમ સોશિયલ મીડિયા પર જોવા મળતા કોન્ટેન્ટ  માટે પણ કામ કરે છે. તમને જણાવી દઈએ કે કેટલાક લોકોની ફરિયાદ હોય છે, તેમને એક જ પ્રકારની રીલ અથવા સોશિયલ મીડિયા પોસ્ટ દેખાય છે.

- ગૂગલ અથવા ક્રોમ તરફથી આવતી સૂચનાઓ વિશે વાત કરીએ, તો તે તમારી સર્ચ પેટર્ન પર આધારિત છે. તે જ સમયે કેટલીક નોટિફિકેશન પણ તમને વેબસાઈટ્સથી મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમને એડલ્ટ નોટિફિકેશન મળી રહી છે, તો તમે આવી વેબસાઇટની મુલાકાત લીધી હશે અને તેમની નોટિફિકેશનને સબ્સ્ક્રાઈબ કરી હશે.

આ રીતે એડલ્ટ નોટિફિકેશનને બંધ કરો

જો તમને એડલ્ટ એડવર્ટાઈઝમેન્ટની નોટિફિકેશન મળી રહી છે, તો તમે નોટિફિકેશન સેટિંગ્સમાં જઈને તેને સરળતાથી બંધ કરી શકો છો. Googleમાં આવી સૂચનાઓ બંધ કરવા માટે તમારે પહેલા Google ખોલવું પડશે. તે પછી પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો. તે પછી સેટિંગ્સ પર ક્લિક કરો. અહીં તમને નોટિફિકેશનનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો. આ પછી, સાઈટ વિકલ્પમાં શો નોટિફિકેશનને બંધ કરો. તમે બંધ કરશો કે તરત જ બધી વેબસાઈટ પરથી આવતી નોટિફિકેશન બંધ થઈ જશે.

સોશિયલ મીડિયા પર આ રીતે બંધ કરો નોટિફિકેશન 

સૌથી પહેલા તમારે તમારા મોબાઈલના સેટિંગમાં જવું પડશે. તે પછી એપ્સ સાથેનો વિકલ્પ પસંદ કરો. અહીં ક્લિક કર્યા પછી તમને મેનેજ એપ્સ દેખાશે, તેના પર ક્લિક કરો. અહીં તમને મોબાઈલમાં ઈન્સ્ટોલ કરેલી તમામ એપ્લીકેશન જોવા મળશે. આ પછી, તે એપ પર ક્લિક કરો જ્યાંથી નોફિકેશનઓ આવી રહી છે. હવે તમે જે નોટિફિકેશન બંધ કરવા માગો છો તેને પસંદ કરો. એપ્લિકેશન પર ક્લિક કર્યા પછી, નીચે સ્ક્રોલ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો. હવે તમે બધી સેટિંગ્સ જોશો. આ પછી તમે શો નોટિફિકેશન બંધ કરી દો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news