Useful SEO Tips: નવી વેબસાઇટને રેંક કરાવવી છે? આ છે જરૂરી SEO ટિપ્સ, સર્ચ એન્જિનમાં સ્ક્રોલ થશે કન્ટેન્ટ
Useful SEO Tips: શરૂઆતમાં વેબસાઈટના કન્ટેન્ટને રેન્ક કરાવવું ખૂબ જ અઘરું કામ છે. તેવામાં તમારે તમારી વેબસાઇટના SEO પર કામ કરવું પડે છે. આ SEO Tips નું ધ્યાન રાખશો તો તમને ઝડપથી રિઝલ્ટ જોવા મળશે.
Trending Photos
Useful SEO Tips: જ્યારે તમે નવી વેબસાઇટ બનાવો છો, ત્યારે તે ઑનલાઇન જગતમાં તે સંપૂર્ણપણે નવી હોય છે. આ સમયે સર્ચ એન્જિન પર નવી વેબસાઇટ કરતાં વધુ સારી સામગ્રી ધરાવતી ઘણી વેબસાઇટ્સ હોય છે. આ કારણે શરૂઆતમાં વેબસાઈટના કન્ટેન્ટને રેન્ક કરાવવું ખૂબ જ અઘરું કામ છે. તેવામાં તમારે તમારી વેબસાઇટના SEO પર કામ કરવું પડશે. ટાઈટલ ટૅગ્સ ઑન પેજ એસઇઓ એક મહત્વપૂર્ણ ભાગ છે, જે વેબસાઇટના દરેક પેજ માટે કસ્ટમાઇઝ્ડ હોવું જોઈએ. ટાઈટલ ટેગ Unique અને ડિસ્ક્રીપ્ટિવ હોવા સાથે તેમાં પ્રાયમરી કીવર્ડ્સ હોવા જરૂરી છે. આ સિવાય આ બાબતોનું ધ્યાન રાખશો તો તમને ઝડપથી રિઝલ્ટ જોવા મળશે.
આ પણ વાંચો:
મેટા ડિસ્ક્રીપ્શન
તમારી વેબસાઇટના મેટા ડિસ્ક્રીપ્શન પેજ સંબંધમાં સંક્ષિપ્ત સારાંશ આપવો જોઈએ અને આકર્ષક હોવું જોઈએ.
મોબાઇલ કસ્ટમાઇઝેશન
તમારી વેબસાઈટ મોબાઈલ ફ્રેન્ડલી હોવી જોઈએ. ખાતરી કરો કે તમારી વેબસાઇટ ઝડપથી લોડ થાય છે અને મોબાઇલ ઉપકરણો પર નેવિગેટ કરવામાં સરળ છે.
કન્ટેન્ટ કસ્ટમાઇઝેશન
તમારી વેબસાઇટ માટે સ્ટોરી બનાવતી વખતે, ખાતરી કરો કે તેને તમારા પ્રાથમિક કીવર્ડ્સનો સમાવેશ કરીને સર્ચ એન્જિન માટે ઑપ્ટિમાઇઝ કરી શકાય છે. જો કે, માત્ર તે કરવાને બદલે બેહતર ક્વોલિટીની સ્ટોરી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે