₹1,399મા લોન્ચ થયો Lava A5, ત્રણ દિવસ સુધી ચાલશે બેટરી

ફોટોગ્રાફી માટે તેમાં VGA પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં જૂમિંગની સુવિધા છે. આ કેમેરાથી વીડિઓ રેકોર્ડિંગ પણ કરી શકાય છે.
 

₹1,399મા લોન્ચ થયો Lava A5, ત્રણ દિવસ સુધી ચાલશે બેટરી

નવી દિલ્હીઃ ફોન ઉત્પાદન કંપની લાવા (Lava)એ ભારતીય બજારમાં ફીચર ફોન લોન્ચ કર્યો છે. તેનું નામ લાવા એ5 (Lava A5) છે. આ એક ફીચર ફોન છે. આ ફોનની સૌથી મોટી USP Super Ultra Tone Technology છે. આ ટેકનિક યૂઝરને વાતચીત ખાનગી રાખવામાં મદદ કરે છે. ફીચર ફોન હોવાને કારણે આ યૂઝર માટે પોકેટ ફ્રેન્ડલી કિંમતમાં આવે છે. તમામ લોકો માટે આ ફોન એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. 

Lava A5ની કિંમત
આ ફોનની કિંમત 1399 રૂપિયા છે. તે રોજ ગોલ્ડ અને સિલ્વર બ્લૂ કલરમાં ખરીદી શકાશે. આ ફોનની સાથે એક વર્ષની ગેરંટી પણ આવશે. સાથે છ મહિનાની એસેસરિઝ રિપ્લેસમેન્ટની ગેરંટી આપવામાં આવી રહી છે. તે માટે તમે દેશના કોઈપણ લાવા સર્વિસ સેન્ટરમાં જઈ શકો છો. 

Lava A5ના ફીચર
તેમાં 2.4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે જે QVGA રેઝોલ્યુશનની સાથે આવે છે. તેને પોલિકાર્નેટ બોડીથી બનાવવામાં આવ્યો છે. આ તેને પ્રીમિયમ લુક આપે છે. આ ફોનમાં ડ્યૂલ-સિમ સપોર્ટ આપવામાં આવ્યું છે. તેની મેમરી 32 જીબી સુધી વધારી શકાય છે. ફોનને પાવર આપવા માટે 1000 એમએએચની બેટરી આપવામાં આવી છે, જે સિંગલ ચાર્જમાં 3 દિવસ સુધી ચાલી શકે છે. 

ફોટોગ્રાફી માટે તેમાં VGA પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે, જેમાં જૂમિંગની સુવિધા છે. આ કેમેરાથી વીડિઓ રેકોર્ડિંગ પણ કરી શકાય છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં ફ્લેશલાઇટ, વાયરલેસ એફએમ રેડિયો, 3.5mm ઓડિયો જેક, MP3 સપોર્ટ અને બ્લૂટૂથ આપવામાં આવ્યા છે. તેમાં તમામ પ્રાદેશિક ભાષા પણ સપોર્ટ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news