દમદાર ફીચર્સ અને શાનદાર કેમેરા સાથે ભારતનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો વિગત

Lava 5G Mobile: લાવાએ 10 હજારથી ઓછી કિંમત 5,000 mAh બેટરી, 50 મેગાપિક્સલ કેમેરા અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજની સાથે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે.

દમદાર ફીચર્સ અને શાનદાર કેમેરા સાથે ભારતનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો વિગત

Lava Smartphone: લાવાએ ભારતમાં પોતાનો સસ્તો 5G ફોન લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોનની ડિઝાઇન પણ સ્માર્ટ છે. આ ફોનમાં ફોટોગ્રાફી માટે 50 મેગાપિક્સલનો કેમેરો મળે છે. સાથે ફોનમાં 5,000 mAh ની બેટરી અને MediaTek Dimensity 700 ચિપસેટ આપવામાં આવી છે. આ 5જી સ્માર્ટફોનનો મુકાબલો Samsung, Oppo અને Xiaomi ના 5જી સ્માર્ટફોન સાથે થશે. 

લાવા બ્લેઝ 5જી સ્પેસિફિકેશન
6.5 ઇંચની LCD સ્ક્રીન
MediaTek Dimensity 700 ચિપસેટ
50MP નો કેમેરો
3GB વર્ચુઅલ RAM,
5000 mAh ની બેટરી

કંપની આ ફોનમાં 6.5 ઇંચની HD+ IPS ડિસ્પ્લે આપી રહી છે. આ ફોનની સ્ક્રીન વાઇડલાઇન એલ1ને સપોર્ટ કરે છે. તેમાં જબરદસ્ત ફંક્શનિંગ માટે MediaTek Dimensity 700 પ્રોસેસર,  4GB RAM, 3GB વર્ચ્યુઅલ રેમ અને 128 જીબી સ્ટોરેજ કેપિસિટી આપવામાં આવી છે. જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1ટીબી સુધી વધારી શકાય છે. 

બેટરી
Lava Blaze 5G ફોનમાં પાવર આપવા માટે 5000 mAh ની બેટરી આપવામાં આવી છે. સાથે સુરક્ષા માટે ફેસ અનલોક અને સાઇડ ફેસિંગ ફિંગરપ્રિન્ટ સેન્સર ફીચર પણ આપવામાં આવ્યું છે. આ સિવાય સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી ઓપ્શન તરીકે wifi, Bluetooth, GPS અને USB ટાઈપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 

એન્ડ્રોઇડ ઓએસ અને કેમેરા
આ ફોન એન્ડ્રોઇડ 12 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તો આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલના ત્રિપલ રિયર કેમેરા સેટઅપનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેના દ્વારા તમે 2k ફોરમેટ સુધીનો વીડિયો રેકોર્ડ કરી શકો છો. 

કેટલી છે કિંમત
લાવાનો આ 5જી સ્માર્ટફોન 9999 રૂપિયાની કિંમતની સાથે ઈ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઈન્ડિયા પર ઉપલબ્ધ છે, પરંતુ આ મોબાઇલનો સેલ ક્યારે થશે, તેની હજુ જાહેરાત કરવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news