મહિન્દ્રાની આ કારને મળશે એકદમ નવો લુક, લોકોને આકર્ષશે આધુનિક ફીચર્સ અને નવી ડિઝાઈન

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ XUV 700 મોડલ લોન્ચ કરી. XUV 500ના નવા મોડલની સફળતા બાદ કંપની હવે પોતાની ઓલ ટાઈમ હાઈ સેલિંગ કાર સ્કોર્પિયોનું નવું મોડલ લોન્ચ કરવાની તૈયાર કરી રહી છે. આ કાર પોતાના મસ્ક્યુલર લુક્સ, લાર્જ સ્પેસ અને સ્ટાઈલિશ ડિઝાઈનને કારણે લોકોની પસંદગી રહેતી આવી છે.

મહિન્દ્રાની આ કારને મળશે એકદમ નવો લુક, લોકોને આકર્ષશે આધુનિક ફીચર્સ અને નવી ડિઝાઈન

નવી દિલ્લીઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ XUV 700 મોડલ લોન્ચ કરી. XUV 500ના નવા મોડલની સફળતા બાદ કંપની હવે પોતાની ઓલ ટાઈમ હાઈ સેલિંગ કાર સ્કોર્પિયોનું નવું મોડલ લોન્ચ કરવાની તૈયાર કરી રહી છે. આ કાર પોતાના મસ્ક્યુલર લુક્સ, લાર્જ સ્પેસ અને સ્ટાઈલિશ ડિઝાઈનને કારણે લોકોની પસંદગી રહેતી આવી છે. સ્કોર્પિયો વર્ષોથી મહિન્દ્રાની સૌથી વધુ વેંચાતી કારમાંથી એક છે. જો કે હાલના સમયમાં માર્કેટમાં આ જ રેન્જમાં બીજી કંપનીઓની કાર વધુ ફીચર્સ આપી રહી છે. જેને જોતા કંપનીએ પણ સ્કોર્પિયોને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો. એવી આશા છે કે કંપની નવી સ્કોર્પિયોમાં તદ્દન નવા ફીચર્સ ઉમરશે અને પ્રતિસ્પર્ધા આપતી કંપનીઓને ટક્કર આપશે.

થોડા દિવસ પહેલા એ વાત સામે આવી છે કે કંપની સ્કોર્પિયોને ન માત્ર નવો લુક આપશે પરંતુ તેને નવું નામ પણ આપી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, મહિન્દ્રાની નવી સ્કોર્પિયોને Scorpio Sting અથવા Mahindra Scorpion નામથી રજૂ કરી શકે છે. જૂની મોડલને પસંદ કરતા લોકો માટે મહિન્દ્રા નવી સ્કોર્પિયોની સાથે વર્તમાન મોડલનું પણ વેચાણ ચાલુ રાખશે. જો આવું થાય છે, તો તે સ્પષ્ટ છે કે સ્કોર્પિયોના હાલના મોડલને નવી સ્કોર્પિયો દ્વારા બદલવામાં આવશે નહીં.

ફીચર્સ-
2022 મહિન્દ્રા સ્કોર્પિયોમાં સૌથી એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) મળી શકે છે, જે તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલ Mahindra XUV700માં જોવા મળે છે. નવી સ્કોર્પિયોમાં મલ્ટી-ફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને વાયરલેસ ચાર્જિંગ જેવી સુવિધાઓ મળી શકે.

કારમાં 10 સ્પીકરવાળું ઓડિયો સિસ્ટમ, 9 ઈંચ ટચસ્ક્રિન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, LED લાઈટ્સ, 6 એરબેગ્સ જેવા શાનદાર લેટેસ્ટ ફીચર્સ મળી શકે છે. કંપની આ કારમાં 360 ડિગ્રી કેમેરો પણ આપી શકે છે. નવી સ્કોર્પિયોમાં લક્ઝરી કારમાં મળતા સિક્વેન્શિયલ ઈન્ડિકેટર્સ પણ મળી શકે છે.

નવી સ્કોર્પિયોમાં 2.0-લિટર mHawk ટર્બો પેટ્રોલ અને 2.0-લિટર 4-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. જે 155 bhp પાવર અને 360 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ સાથે જ 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ પણ મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news