ગજબ છે મારુતિની આ કાર...34km ની માઈલેજ, કિંમત 3.99 લાખ રૂપિયા, સાથે 42,000 ડિસ્કાઉન્ટ
ડિસ્કાઉન્ટ આપવામાં આમ પણ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકી હંમેશા આગળ રહે છે. આ મહિને (સપ્ટેમ્બર) કંપની પોતાની નાની કાર પર સારું એવું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જાણો વિગતો...
Trending Photos
ફેસ્ટિવલ સીઝનની શરૂઆત થઈ ગઈ છે. કાર બજારમાં અત્યારથી રોનક જોવા મળી રહી છે. દરેક કાર કંપની આ વખતે પોતાનું વેચાણ વધારવામાં લાગી છે કારણ કે હજુ પણ જૂનો સ્ટોક ક્લિયર થયો નથી. આવામાં દીવાળી પહેલા એક નવી કાર ખરીદવા પર તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે. ડિસ્કાઉન્ટ આપવામાં આમ પણ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝૂકી હંમેશા આગળ રહે છે. આ મહિને (સપ્ટેમ્બર) કંપની પોતાની નાની કાર પર સારું એવું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
મળે છે આટલું ડિસ્કાઉન્ટ
આ મહિને જો તમે કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને તમારે મારુતિ સુઝૂકીની Alto K10 CNG ખરીદવી હોય તો તમે તેના પર પૂરા 42,100 રૂપિયા સુધીની બચત કરી શકો છો. આ ડિસ્કાઉન્ટમાં કેશ ઓફર, એક્સચેન્જ ઓફર, અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે. ડિસ્કાઉન્ટ અને ઓફરની વધુ વિગતો માટે તમે મારુતિ સુઝૂકી ડીલરશીપનો સંપર્ક કરી શકો છો. જાણો આ કારના ફીચર્સ.
Alto K10: ફીચર્સ અને ભાવ
મારુતિ સુઝીકી Alto K10 પેટ્રોલની એક્સ શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયાથી લઈને 5.80 લાખ રૂપિયા સુધી પહોંચે છે. જ્યારે Alto K10 સીએનજીની કિંમત 5.70 લાખ રૂપિયાથી લઈને 5.96 લાખ રૂપિયા સુધી જાય છે. Maruti Alto K10 એક નાની ફેમિલી માટે પરફેક્ટ કાર સાબિત થઈ શકે છે. આ કારમાં ઠીક ઠાક સ્પેસ છે. 5 લોકોના બેસવાની જગ્યા છે પરંતુ 4 લોકો એકદમ આરામથી બેસી શકે છે. તેમાં તમામ સીટો સોફ્ટ અને આરામદાયક છે. સેફ્ટી માટે કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની સાથે EBD અને એરબેગ્સ મળે છે.
ડિઝાઈનના મામલે ALto K10 તમને પસંદ પડી શકે છે. આ કારને એ રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જેથી કરીને તેને યુથ અને ફેમિલી બંને સરળતાથી ઉપયોગમાં લઈ શકે. બહારથી તેમાં સારી ક્વોલિટી જોવા મળે છે. ઈન્ટીરિયર માં પ્લાસ્ટિક ક્વોલિટી સારી થઈ છે અને ફિટ તથા ફિનિશમાં પણ સુધારો આવ્યો છે. તેના ઈન્ટીરિયરમાં કશું નવું નથી, ડિઝાઈન S-Pressoથી લેવામાં આવી છે. અહીં આ કાર ઈમ્પ્રેસ કરતી નથી. પરંતુ ક્વોલિટી તમને જરૂર પસંદ પડે. ફ્રન્ટ અને રિયર બંને સીટોમાં એક નાની કારની રીતે સારા લેગ અને હેડ રૂમ મળે છે.
એન્જિન અને માઈલેજ
કારમાં 1.0L K10C પેટ્રોલ એન્જિન છે જે 49KW નો પાવર અને 89Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 27 લીટરની ફ્યૂલ ટેંક અને 55 લીટરની સીએનજી ટેંક મળે છે. આ કારમાં તમને 5 સ્પીડ મેન્યુઅલ અને AGS ગિયરબોક્સ સુવિધા મળશે.
કારમાં 13 ઈંચના ટાયર લાગેલા છે. સારા બ્રેકિંગ માટે તેમાં ડિસ્ક અને ડ્રમ બ્રેકની સુવિધા મળશે. આ એન્જિન ટેસ્ટેડ છે. સિટીથી લઈને હાઈવે પર તેનું સારું પ્રદર્શન રહે છે. Alto K10 પેટ્રોલ મેન્યુઅલની માઈલેજ 24.39 kmpl ઓફર કરે છે. જ્યારે પેટ્રોલ AMT ની માઈલેજ 24.90 kmpl છે. આ ઉપરાંત Alto CNG મોડ પર 33.85 km/kgની માઈલેજ ઓફર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે