શું તમારી પાસે છે મારુતિની આ 2 માંથી કોઈ પણ કાર? સ્ટીયરિંગ તૂટવાનું જોખમ! કંપનીએ હજારો ગાડી પાછી મંગાવી

Maruti Suzuki Recall 87,599 S-Presso & Eeco: મારુતિ સુઝૂકીની લગભગ 88000 કારમાં ડિફેક્ટિવ પાર્ટ હોવાની શક્યતા છે. જે અકસ્માતનું કારણ બની શકે છે. જેને પગલે કંપનીએ પોતાની 87599 કારને રિકોલ કરી છે.

શું તમારી પાસે છે મારુતિની આ 2 માંથી કોઈ પણ કાર? સ્ટીયરિંગ તૂટવાનું જોખમ! કંપનીએ હજારો ગાડી પાછી મંગાવી

Maruti Suzuki Recall 87,599 S-Presso & Eeco: મારુતિ સુઝૂકીની લગભગ 88000 કારમાં ડિફેક્ટિવ પાર્ટ હોવાની શક્યતા છે. જે અકસ્માતનું કારણ બની શકે છે. જેને પગલે કંપનીએ પોતાની 87599 કારને રિકોલ કરી છે. જેમાં એસપ્રેસો (Maruti Suzuki S-Presso)  અને ઈકો કાર (Maruti Suzuki Eeco) સામેલ છે. કંપનીએ 5 જુલાઈ 2021થી 15 ફેબ્રુઆરી 2023 વચ્ચે બનેલી 87,599 એસપ-પ્રેસો અને ઈકો કારને ગ્રાહકો પાસેથી પાછી મંગાવવાની જાહેરાત કરી છે. આ ગાડીઓમાં સ્ટિયરિંગ ટાઈ રોડમાં ખરાબી હોવાની શંકા છે. 

શેર બજારને આપી જાણકારી
મારુતિ સુઝૂકીએ સ્ટોક એક્સચેન્જને આપેલી જાણકારીમાં કહ્યું કે કંપનીએ 5 જુલાઈ 2021થી 15 ફેબ્રુઆરી 2023 વચ્ચે બનેલી 87,599 વાહનો (S-Presso અને Eeco) ને રિકોલ (પાછી મંગાવી) કરવાની જાહેરાત કરી છે. આ  કારોમાં ઉપયોગમાં લેવાયેલી સ્ટિયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખરાબીની શંકા છે. જેનાથી દુર્લભ સ્થિતિમાં તે તૂટી શકે છે. 

મારુતિ સુઝૂકીએ કહ્યું કે પ્રભાવિત વાહનના માલિકોનો સુઝૂકીના અધિકૃત ડીલરશીપ વર્કશોપમાં તપાસ માટે સંપર્ક કરવામાં આવશે અને ખરાબ પાર્ટને વિના મૂલ્યે બદલવામાં આવશે. આ રિકોલ 24 જુલાઈ 2023ના રોજ સાંજ 6.30 વાગ્યાથી પ્રભાવી છે. 

લિસ્ટમાં ક્યાંક તમારું નામ તો નથી ને?
જો તમારી પાસે પણ મારુતિ સુઝૂકીની એસ-પ્રેસો અને ઈકો કાર હોય જે 5 જુલાઈ 2021થી 15 ફેબ્રુઆી 2023 વચ્ચે મેન્યુફેક્ચર કરેલી હોય તો સંભવિત રીતે તમારું નામ આ યાદીમાં હોઈ શકે છે. જો તમારું નામ લિસ્ટમાં હશે તો કંપનીની ડિલરશીપ તરફથી તમારો સંપર્ક કરાશે. જેમાં સમગ્ર પ્રક્રિયા વિશે તમને જણાવવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news