5,000mAh ની મોટી બેટરી સાથે Moto E7 Plus લોન્ચ, જાણો ફીચર્સ

Moto E7 Plus ને ચૂપચાપ બ્રાજીલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને ત્યાં કંપનીની વેબસાઇટમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડુઅલ-રિયર કેમેરા સેટઅપ અને 5,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે.

5,000mAh ની મોટી બેટરી સાથે Moto E7 Plus લોન્ચ, જાણો ફીચર્સ

નવી દિલ્હી: Moto E7 Plus ને ચૂપચાપ બ્રાજીલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને ત્યાં કંપનીની વેબસાઇટમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડુઅલ-રિયર કેમેરા સેટઅપ અને 5,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. સાથે જ તેમાં સ્નૈપડ્રૈગન 460 પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. 

Moto E7 Plus ને ભલે જ બ્રાજીલમાં રજૂ કરવામાં  આવ્યો હોય, પરંતુ કિંમત અને ઉપલબ્ધતાની જાણકારી હજુ આપવામાં આવી નથી. આ ફોનને કંપનીની વેબસાઇટ પર સિંગલ 4GB + 64GB વેરિએન્ટમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. તેને અંબર બ્રોજ અને નેવી બ્લૂ કલર ઓપ્શનમાં ઉતારવામાં આવ્યો છે.

Moto E7 Plus ના સ્પેસિફિકેશન્સ
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં હાઇબ્રિડ ડુઅલ-સિમ (નૈનો)સપોર્ટ સાથે 6.5 ઇંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ એન્ડ્રોંઇડ 10 પર ચાલે છે. તેમાં 4GB રેમ અને Adreno 610 GPU સાથે 1.8GHz ક્લોવકોમ સ્નૈપડ્રૈગ 460 પ્રોસેસર ઉપલબ્ધ છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB ની છે, જેને કાર્ડની મદદથી વધારવામાં આવી શકે છે. 

ફોટોગ્રાફી માટે તેના રિયરમાં 48MP પ્રાઇમરી કેમેરા અને 2MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે અહીં 8MP નો કેમેરો ફ્રન્ટમાં આપવામાં આવ્યો છે. તેની બેટરી 5,000mAh અને અહીં 10W ફાસ્ટ ચાર્જિંગ ગ્રાહકોને મળશે. ફિંગરપ્રિંટ સેન્સર અહીં રિયરમાં ઉપલબ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news