સૂર્ય સુધી જનાર અંતરિક્ષ યાન ધગધગતી ગરમીથી પીગળી નહી જાય, જાણો શું થશે ?

કાર્બનની સાડાચાર ઇંચ જાડી ઢાલ યાન અને તેનાં તમામ ઉપકરણોનું રક્ષણ કરશે ઉપરાંત એક અત્યધુનિક ટેક્નોલોજી પણ કરશે કામ

સૂર્ય સુધી જનાર અંતરિક્ષ યાન ધગધગતી ગરમીથી પીગળી નહી જાય, જાણો શું થશે ?

નવી દિલ્હી : સૂર્ય સુધી પહોંચવા માટે નાસાએ પાર્કર સોલર પ્રોબનું સફળતાપુર્વક પ્રક્ષેપણ કર્યું છે. આ અંતરિક્ષ યાન સૂર્યનાં બાહ્ય વાતાવરણમાં રહેલા રહસ્યો પરથી પરદો ઉચકશે અને અંતરિક્ષમાં હવામાન પર પડનારા તેના પ્રભાવો જાણવાનો પ્રયાસ કરવા માટે સાત વર્ષની મુસાફરી કરશે. પ્રક્ષેપણની બે કલાક બાદ નાસાએ એક બ્લોગ લખ્યો હતો. જેમાં અંતરિક્ષ યાન સારી સ્થિતીમાં હોવા અને તે ઓટોમેટિક પ્રણાલીથી ચાલી રહ્યું હોવાનું જણાવાયું હતું. પાર્કર સોલાર પ્રોબ સૂર્યને સ્પર્શવાનાં અભિયાન પર નિકળી પડ્યું છે. 

નાસા વિજ્ઞાન અભિયાન નિર્દેશાલયનાં સહયોગી તંત્ર થોમસ જુરબુકાને કહ્યું કે, આ અભિયાન સાચે એક તારાની તરફ માનવની પહેલી યાત્રામાં મહત્વનું છે જેની અસર ન માત્ર અહીં ધરતી પર પડશે પરંતુ અમે તેને અમારા બ્રહ્માંડને યોગ્ય રીતે સમજી શકીશું. જો કે એક મહત્વનો સવાલ ઉઠે છે કે શું સૂર્ય નજીક પહોંચીને અંતરિક્ષયાન પીગળી નહી જાય ? 

સુરજ સુધી પહોંચવામાં આ અંતરિક્ષ યાનને 1377 ડિગ્રી સેલ્સીયસ તાપમાનમાંથી પસાર થવું પડશે. તેમાં થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ લાગેલી છે. સુરજની ભયંકર ગરમીથી અંતરિક્ષ યાન અને ઉપકરણોની સુરક્ષા તેમાં લગાવાયેલ સાડા ચાર ઇંચ જાડી ઢાલ કરશે જે કાર્બનની બનેલી છે. 

જો કે નાસાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અંતરિક્ષ યાન નહી પીગળવાની પાછળ ઘણા અલગ અલગ વિજ્ઞાનનાં નિયમો અને તર્કો છે. વિજ્ઞાનની ભાષામાં તાપમાન અને ગર્મી બંન્ને અલગ અલગ વસ્તું છે. કોઇ પણ વસ્તું કેટલી ગરમ હશે, તેનો આધાર આસપાસનાં વાતાવરણમાં કેટલું તાપમાન અને કેટલી વસ્તુઓ છે. જો વાતાવરણ ખાલી છે તો પદાર્થ ઓછો ગરમ થશે. અંતરિક્ષમાં પણ ઘણા ઓછા પદાર્થો છે. માટે અંતરિક્ષયાન પ્રમાણમાં ઘણું ઓછું ગરમ થશે. એટલું તો નહી જ થાય જેટલું સામાન્ય લોકો સમજે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news