આવી ગઈ છે ટોચની બ્રાન્ડની સસ્તી બાઇક જે Splendorને આપશે ટક્કર !
દેશની ટોચની ટુ વ્હીલર નિર્માતા કંપનીની નવી બાઇક થઈ છે લોન્ચ
Trending Photos
નવી દિલ્હી : દેશની અગ્રગણ્ય ટુ વ્હીલર કંપની ટીવીએસ મોટર્સ નવી બાઇક લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. આ બાઇક 110 સીસીની કમ્યુટર બાઇક હશે અને એને યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. હાલમાં કંપનીએ પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી 6 સેકન્ડનો વીડિયો જાહેર કરીને આ બાઇક લોન્ચનું એલાન કર્યું છે. જોકે એમાં બાઇકની ડિઝાઇન અને ફિચર્સ વિશે કોઈ જાણકારી આપવામાં નથી આવી.
કંપની યુવાનોને ધ્યાનમાં રાખીને આ બાઇક લોન્ચ કરી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બાઇકની ડિઝાઇન વિક્ટર, ટીવીએસ સ્ટાર સિટી પ્લસ અને ટીવીએસ સ્પોર્ટથી અલગ હશે.
Witness the strength unleashed. #StayTuned pic.twitter.com/OnK1AEp4aO
— TVS Motor Company (@tvsmotorcompany) August 22, 2018
આ નવી 110 સીસીની મોટરસાયકલમાં નેવિગેશન અનેસ્માર્ટફોન કનેક્ટિવિટીનું ફિચર હશે. આ એક બજેટ મોટરસાઇકલ હશે જેની કિંમત 50 હજાર રૂ.ની આસપાસ હશે. ટીવીએસની નવી બાઇક હીરો સ્પલેંડર 110 અને હોન્ડા સીડી 110 ડ્રીમ માટે પડકાર સાબિત થઈ શકે છે. 110 સીસીની નવી બાઇકનો પ્રીમિયમ લુક હશે. આ લુકને વધારે સારો બનાવવા માટે સ્પોર્ટી બોડી ગ્રાફિક્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે