Nokiaએ લોન્ચ કર્યો 8 હજારથી ઓછી કિંમતનો સ્માર્ટફોન, 3 દિવસ સુધી ચાલશે બેટરી

Nokia C22 એ લાંબા સમય સુધી ચાલે તેવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેમાં ત્રણ દિવસની બેટરી લાઇફ, ડ્યુઅલ 13MP રીઅર અને 8MP સેલ્ફી કેમેરા, ઓક્ટા-કોર પ્રોસેસર અને શ્રેષ્ઠ Android™ 13 (ગો વર્ઝન) મળશે..

Nokiaએ લોન્ચ કર્યો 8 હજારથી ઓછી કિંમતનો સ્માર્ટફોન, 3 દિવસ સુધી ચાલશે બેટરી

HMD Global એ ​​Nokia નો Nokia C22 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ સસ્તો ફોન એકદમ મજબૂત છે. જે પડી જવા છતાં તુટશે નહીં. નોકિયા C22 એ ત્રણ દિવસની બેટરી લાઇફ, ડ્યુઅલ 13MP રીઅર અને 8MP સેલ્ફી કેમેરા સાથે અદ્યતન ઇમેજિંગ એલ્ગોરિધમ્સ, ઓક્ટા-કોર પ્રોસેસર અને શ્રેષ્ઠ Android™ 13 (ગો વર્ઝન) સાથે બનાવવામાં આવ્યો છે. 

નોકિયા C22 એક શાનદાર રફ યુઝ સ્માર્ટફોન છે. IP52 સ્પ્લેશ અને ડસ્ટ પ્રોટેક્શન, સખત 2.5D ડિસ્પ્લે ગ્લાસ અને મજબૂત પોલીકાર્બોનેટ યુનિબોડી ડિઝાઇનની અંદર રગ્ડ મેટલ ચેસિસને કારણે તેને સ્ક્રેચ અને સ્કફ્સથી સુરક્ષિત બનાવવામાં આવ્યો છે. આ ફોન  નોકિયાના એક વર્ષની રિપ્લેસમેન્ટ ગેરંટી સાથે આવે છે.

Nokia C22માં 13MP ડ્યુઅલ રિયર અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં પોટ્રેટ મોડ ઉપલબ્ધ હશે, જે ઉત્તમ ઈમેજ ગુણવત્તા પ્રદાન કરશે.  નોકિયા C22 ભારતમાં ચારકોલ, સેન્ડ અને પર્પલ કલરમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 7999 રૂપિયાથી શરૂ થાય છે.જેમાં  4GB (2GB + 2GB વર્ચ્યુઅલ રેમ) અને 6GB (4GB + 2GB વર્ચ્યુઅલ રેમ) માટે 64GB સ્ટોરેજ કન્ફિગરેશન મળશે..

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news