ક્વોડ કેમેરા સેટઅપ અને જબરદસ્ત બેટરી સાથે શાનદાર ફોન થયો લોન્ચ, જુઓ તમામ વિગતો

SAMSUNG કંપનીએ M12 4G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ફોનમાં EXYNOS 850નું ફાસ્ટ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 3GB 32 GB, 4GB 64GB, 6GB 128GBના વેરિયંટમાં મળશે. સાથે જ 15Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

Updated By: Feb 8, 2021, 10:04 AM IST
ક્વોડ કેમેરા સેટઅપ અને જબરદસ્ત બેટરી સાથે શાનદાર ફોન થયો લોન્ચ, જુઓ તમામ વિગતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ SAMSUNGનો M12 એક મિડરેન્જ 4G સ્માર્ટફોન છે. જેમાં EXYNOS 850નું પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ક્વોડ કેમેરા સેટ અપ આપવામાં આવ્યું છે. આજના આધુનિક યુગમાં યુવાનો ફોનમાં AMOLED અથવા ફુલ HD સ્ક્રિન હોઈ તેવું ઈચ્છતા હોય છે. પરંતુ કંપનીએ આ ફોનમાં 720p એટલે કે માત્ર HD+ સ્ક્રિન આપી છે. સેમસંગનો આ ફોન M11નું અપગ્રેડેડ મોડલ છે.

સ્ક્રિન અને સ્ટોરેજ
SAMSUNG M12માં 6.5 ઈંચની HD+(720*1600) ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનો સ્ક્રિન ટુ બોડી રેશિયો 81.9% છે. આ ફોન 3GB 32 GB, 4GB 64GB, 6GB 128GB વેરિયંટમાં મળશે. આ ફોનનો વજન 221 ગ્રામ છે. આ ફોનમાં 1TB સુધી એક્સપાંડેબલ મેમરી કાર્ડ સપોર્ટ છે.

કેમેરા
ફોનના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 48 મેગાપિક્સલ(f/2.0)નો પ્રાઈમરી કેમેરો, 5 મેગાપિક્સલનો વાઈડ એંગલ કેમેરો(f/2.2), 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર(f/2.4) અને 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ(f/2.4) આપવામાં આવ્યો છે. બીજી તરફ ફોનના ફ્રંટમાં માત્ર 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો(f/2.2) આપવામાં આવ્યો છે.

Propose Day 2021: આ રોચક રીતથી કરો પાર્ટનરને પ્રપોઝ, દરેક વાત થશે કબૂલ

બેટરી
SAMSUNG M12 સ્માર્ટફોનમાં 6000 mAHની લોન્ગ લાસ્ટિંગ બેટરી સાથે 15W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

સોફ્ટવેર
SAMSUNG M12 એન્ડ્રોઈડ 11 બેઝ્ડ One UI 3.0 પર ચાલે છે. ફોનમાં 4G VoLTE, Wi-Fi 6.0, WiFi 5.0, Bluetooth v5.0, GPS/A-GPS, NFC, ટાઈપ C અને ડ્યુલ સિમ સપોર્ટ છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક ફિચર આપવામાં આવ્યું છે.

Samsung આ મહિને લોન્ચ કરશે 7000 mAh બેટરી સાથે સૌથી ફાસ્ટ સ્માર્ટફોન, જાણો કિંમત

કલર અને કિંમત
SAMSUNG M12 સ્માર્ટફોન એટ્રેક્ટિવ બ્લેક, એલિગેન્ટ બ્લુ અને ટ્રેન્ડી એમરેલ્ડ ગ્રીનમાં મળી રહેશે. ફોનની શરૂઆતી કિંમત 10,500 રૂપિયા હોય શકે. તેના અલગ અલગ વેરિયંટની અલગ અલગ કિંમત રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube