JIO પછી આઇડિયાનો 'છપ્પરફાડ પ્લાન' પ્લાન, બધું જ મળી રહ્યું છે ફ્રીમાં !
હાલમાં જ એરટેલે 349 વાળા પ્લાનને અપડેટ કર્યો હતો. આ પ્લાનમાં કંપની તરફથી રોજ 2 GB ડેટા દેવામાં આવે છે
- 357 રૂ.ના રિચાર્જ પર 100 ટકા કેશબેકની સુવિધા
- કેશબેક માટે 51-51 રૂ.ના 7 વાઉચર દેવામાં આવશે
- એક વાઉચરને સાત મહિના સુધી વાપરી શકાશે
Trending Photos
નવી દિલ્હી : રિલાયન્સ જિયો (Reliance Jio)ના માર્કેટમાં આ્વ્યા પછી દરેક ટેલિકોમ કંપની ગ્રાહકોને આકર્ષવા માટે સસ્તા ટેરિફ પ્લાન લોન્ચ કરી રહી છે. તાજેતરમાં Jio અને એરટેલે અનેક નવા સસ્તા પ્લાન લોન્ચ કર્યા હતા. હાલમાં એરટેલે 349ના પ્લાનના અપડેટ કર્યો છે જેમાં હવે કંપની તરફથી રોજ 2 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ સિવાય રિલાયન્સ જિયો પોતાના રિચાર્જ પર 100 ટકા કેશબેક સિવાય બીજી અનેક ઓફર્સ આપી રહ્યું છે.
બીજી ટેલિકોમ કંપની સાથેની આ સ્પર્ધામાં ટકી રહેવા માટે આઇડિયાએ પણ પોતાના રિચાર્જ પર 100 ટકા કેશબેકની ઓફર આપી છે. હવે આઇડિયા પોતાના 357 રૂ.ના રિચાર્જ પર 100 ટકા કેશબેકની ઓફર આપી રહ્યું છે. આમ, જો તમે 357 રૂ.નું રિચાર્જ કરાવશો તો તમને 51 રૂ.ના 7 વાઉચર મળશે. આ વાઉચરને પછી રિડીમ કરાવવા માટે તમારે 299 રૂ. અથવા તો એનાથી વધારેનું રિચાર્જ કરાવવું પડશે. આમ, તમારું 357 રૂ.નું રિચાર્જ ફ્રીમાં થશે. જોકે કંપની તરફથી એક શરત છે કે એક સમયે માત્ર એક જ વાઉચરનો ઉપયોગ કરી શકાશે. આમ, તમે સાત વાઉચરના 357 રૂ.નો કેશબેક મેળવી શકો છો. આઇડિયાના આ રિચાર્જ પર યુઝરને અનલિમિટેડ લોકલ તેમજ એસટીડી સાથે જ રોમિંગમાં પણ કોલિંગ કરવાની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં તમને રોજ 1.5 GB હાઇ સ્પિડ ડેટા મળી શકે છે.
આ રિચાર્જને કરાવનારો યુઝ રોજ 100 મેસેજ પણ કરી શકે છે. ડેટા માટે કંપની તરફથી એક બીજી શરત પણ મૂકવામાં આવી છે. આ શરત પ્રમાણે જો યુઝર માય આઇડિયા એપ કે વેબસાઇટથી રિચાર્જ કરશે તો રોજ 1.5 GB ડેટા મળશે. જો યુઝર કોઈ બીજી રીતે રિચાર્જ કરાવશે તો એને રોજ 1 GB ડેટા મળશે. આ પ્લાનની માન્યતા 28 દિવસની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે