હવે Mobile Users ને પડી જશે મૌજ, Google એ ભર્યું આ મોટું પગલું
ગૂગલે કહ્યું કે એકવાર ડેવલોપર્સ કંપની દ્રારા જોડાયેલા કોઇપણ એકાઉન્ટને સમજવામાં મદદ કરવા માટે કેટલીક પાયાગત જાણકારીની પુષ્ટિ કરે છે અને આ સુનિશ્વિત કરે છે કે આ 15 ટકાના દરથી લાગૂ કરે છે.
Trending Photos
નવી દિલ્હી: હવે મોબાઇલ યૂઝર્સને Google એ એક શાનદાર ભેટ આપી છે. આગામી દિવસોમાં તમને એપ સ્ટોરમાં મળનાર પ્રોડક્ટ્સ સસ્તામાં મળશે. Google ના નવા નિર્ણયથી એપ ડેવલોપર્સને પણ જોરદાર ફાયદો થવાનો છે. જાણો શું Google નવો નિર્ણય...
Google એ બદલ્યો કમીશન રેટ
Google હવે ડેવલોપર્સ પાસેથી કમીશન લેશે. તેનો અર્થ એ થયો કે હવે મોબાઇલ યૂઝર્સને પણ તેનો સીધો ફાયદો મળવાનો છે. ગૂગલે મંગળવારે આ વર્ષે 1 જુલાઇથી ભારતમાં પ્લે સ્ટોર પર In-App ખરીદી પર વિશ્વભરના તમામ ડેવલોપર્સ (Developers) માટે સેવા શુલ્કને ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી. ગૂગલે કહ્યું કે દસ લાખ ડોલર સુધીની વાર્ષિક વૃદ્ધિ માટે ડેવલોપર્સ માટે In-App ની ખરીદી પર 15 ટકાના દરથી ચાર્જ લગાવવામાં આવશે અને દસ લાખ ડોલરથી વધુ આવક પર 30 ટકા સુધી કમિશન લેવામાં આવશે.
પહેલાંની જાહેરાત ભારતમાં ડેવલોપર્સ, જે ડિજિટલ સામાન વેચે છે, પરંતુ અત્યાર સુધી પ્લેની બિલિંગ સિસ્ટમ સાથે એકકૃતિ નથી, તેમની પાસે 31 માર્ચ, 2022 સુધીનો સમય છે. એંડ્રોઇડ (Android) અને ગૂગલ પ્લે (Google Play) ના ઉપાધ્યક્ષ સમીર સામતે કહ્યું કે 'ભારતમાં હજારો ડેવલોપર્સ, જે ડિજિટલ સામાન વેચવા માટે પહેલાં જ પ્લે ઉપયોગ કરી રહ્યા છે, તે આ ફેરફારનો લાભ પ્રાપ્ત કરવાનું શરૂ કરી શકે છે.
સામતે કહ્યું, 'આ ફેરફાર સાથે, વૈશ્વિક સ્તર પર 99 ટકા ડેવલોપર્સ જે ડિજિટલ સામાન વેચે છે અને પ્લે સાથે સેવાઓ આપે છે, તેમની ફીમાં 50 ટકાનો ઘટાડો થશે.
ગૂગલે કહ્યું કે એકવાર ડેવલોપર્સ કંપની દ્રારા જોડાયેલા કોઇપણ એકાઉન્ટને સમજવામાં મદદ કરવા માટે કેટલીક પાયાગત જાણકારીની પુષ્ટિ કરે છે અને આ સુનિશ્વિત કરે છે કે આ 15 ટકાના દરથી લાગૂ કરે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે આ છૂટ સ્વચાલિત રૂપથી પ્રત્યેક વર્ષ નવીનીકૃત થશે. ગૂગલે પ્લે (Google Play) માએ સેવા શુલ્ક ફક્ત તે ડેવલોપર્સ પર લાગૂ થાય છે, જે ડિજિટલ સામાન અને સેવાઓની આ એપ વેચાણની ઓફર કરે છે.
વૈશ્વિક સ્તર પર 97 ટકાથી વધુ એપ ડિજિટલ સામાન વેચશે નહી, અને એટલા માટે કોઇ સેવા શુલ્ક આપવામાં આવ્યો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે