EPFO WhatsApp હેલ્પલાઇન સર્વિસની થઇ ચૂકી છે શરૂઆત, ઘરેબેઠા ઉઠાવો ફાયદો

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના સભ્યો માટે એક નવી સર્વિસની શરૂઆત કરી દીધી છે. હવે પીએફ ખાતાધારક  Whatsapp હેલ્પલાઇન સેવા (EPFO whatsapp helpline service) દ્રારા પણ ખાતા સાથે જોડાયેલી પરેશાની દૂર કરી શકે છે.

EPFO WhatsApp હેલ્પલાઇન સર્વિસની થઇ ચૂકી છે શરૂઆત, ઘરેબેઠા ઉઠાવો ફાયદો

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના સભ્યો માટે એક નવી સર્વિસની શરૂઆત કરી દીધી છે. હવે પીએફ ખાતાધારક  Whatsapp હેલ્પલાઇન સેવા (EPFO whatsapp helpline service) દ્રારા પણ ખાતા સાથે જોડાયેલી પરેશાની દૂર કરી શકે છે. તેનો અર્થ એ નથી કે હવે તમારા પીએફ ઓફિસના ચક્કર કાપવાની જરૂર નહી પડે. 

કયા નંબર પર કરશો ફરિયાદ
EPFO ના તમામ 138 ક્ષેત્રીય ઓફિસ (Regional Office) માં whatsapp હેલ્પલાઇન સર્વિસ શરૂ કરી દેવામાં આવી છે.  કોઇપણ મેમ્બર Whatsapp મેસેજ દ્રારા પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. પોતાના ક્ષેત્રનું Whatsapp નંબર જાણવા માટે ખાતાધારક EPFO ની સત્તાવાર વેબસાઇટ https://www.epfindia.gov.in પર વિઝિટ કરો. અથવા પછી આ લિંકને ક્લિક કરીને પણ પોતાના સ્થાનિકનો નંબર જાણી શકો છો. 

EPFO ના કોલ સેન્ટર પરથી પણ લઇ શકો છો મદદ
EPFO ની બીજી સિવિધાઓમાં EPFIGMS પોર્ટલ (ઓનલાઇન ફરિયાદ સમાધાન પોર્ટલ) CPGRAMS, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક અને ટ્વિટર) અને 24 કલાક કામ કરનાર કોલ સેન્ટર સામેલ છે. https://www.epfindia.gov.in/site_docs/PDFs/Downloads_PDFs/WhatsApp_Helpl... દ્રારા તમને મદદ મળી શકશે. 

વચોટિયાથી મળશે મુક્તિ
EPFO નો પ્રયત્ન છે કે લોકો પોતાની મહેનતની કમાણી ઉપાડતી વખતે વચોડિયાના ચક્કરમાં ન ફસાય. જોકે થાય એ છે કે જ્યારે પણ કોઇ ખાતેદાર પીએફ કાર્યાલાય જાય છે તો ત્યાં વચોટિયાના ચક્કરમાં ફસાય જાય છે. સરકારનો પ્રયત્ન છે કે ઓનલાઇન દ્રારા તમામ ખાતેદાર પોતાની સમસ્યા ઉકેલી શકે. તેનાથી લોકોને પોતાની મહેનતની કમાણી પુરી મળશે. ઓછા સમયમાં પૈસા ટ્રાંફસર થતાં લોકોની સિસ્ટમ પર વિશ્વાસ વધશે.  

તમારી સેલરીમાંથી કપાઇ છે પીએફ
કોઇપણ કર્મચારીના મૂળ પગારમાંથી 12 ટકા પીએફના ખાતામાં જમા થાય છે. એટલો જ ભાગ કંપની તરફથી પણ આપવામાં આવે છે. વર્ષભરની કમાણી જમા રકમ પર સરકાર તરફથી વ્યાજ આપવામાં આવે છે. સામાન્ય રીતે પીફ ખાતાની વ્યાજ દર બીજા ખાતાના વ્યાજ દરના મુકાબલે વધુ રહે છે. નાણાકીય વર્ષ 2020-21 માટે વ્યાજદર 8.50 ટકા નક્કી કરવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news