OnePlus નો લેટેસ્ટ Smartphone આ નામે ભારતમાં થશે લોન્ચ, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેન્સ

એક મહિના પહેલાં વનપ્લસ (OnePlus) એ પોતાના નવા સ્માર્ટફોન OnePlus 9RT ચીનમાં લોન્ચ કર્યો હતો પરંતુ આ ફોનને ભારતમાં લાવવાની કોઇ વાત કરવામાં આવી ન હતી.

OnePlus નો લેટેસ્ટ Smartphone આ નામે ભારતમાં થશે લોન્ચ, ખુશીથી ઝૂમી ઉઠ્યા ફેન્સ

નવી દિલ્હી: ગત કેટલાક વર્ષોથી ઘણી બધી નવી સ્માર્ટફોન નિર્માતા કંપની સામે આવી છે અને તેમણે પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. એવી જ એક કંપની વનપ્લસ (OnePlus) પણ છે. એક મહિના પહેલાં વનપ્લસ (OnePlus) એ પોતાના નવા સ્માર્ટફોન OnePlus 9RT ચીનમાં લોન્ચ કર્યો હતો પરંતુ આ ફોનને ભારતમાં લાવવાની કોઇ વાત કરવામાં આવી ન હતી. હવે સમાચારોનું માનીએ તો આ ફોનને કોઇ બીજાથી ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. 

ભારતમાં અલગ નાથી આવશે OnePlus 9RT
આમ તો ક6પની તરફથી આ સમાચાર પર કોઇ કન્ફર્મેશન આવ્યું નથી પરંતુ વિશ્વસનીય લીકર્સ પાસેથી જાણકારી મળી છે જલદી જ આ ફોનને ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે પરંતુ એકબીજા નામથી. ટિપ્સ્ટર મુકુલ શર્માએ ટ્વિટર પર એક ટ્વીટ દ્રારા આ જાણકારી આપી છે કે તેમણે OnePlus 9RT ને Google Supported Devices List અને Google Play Listing વેબસાઇટ પર જોયો છે. પરંતુ બીજા નામથી. તેમનું કહેવું છે કે OnePlus 9RT, જેનો મોડલ નંબર OP5154L1 છે, તેને કંપની જલદી જ ભારતમાં OnePlus RT નામથી લોન્ચ કરી શકે છે. 

OnePlus 9RT ના ખાસ ફીચર્સ
OnePlus 9RT જેને ચીનમાં ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જો અમે તેના ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોન 6.62-ઇંચના E4 OLED ડિસ્પ્લે, 120Hz ના રિફ્રેશ ફ્રેટ, 1,300nits ની પીક બ્રાઇટનેસ, એચડીઆર10+ સપોર્ટ અને 600Hz ના ટચ સેમ્પલિંગ રેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ક્લોકોમ સ્નૈપડ્રૈગન 888 SoC પર કામ કરનાર આ સ્માર્ટફોન 12GB સુધીની RAM અને 256GB સુધીની ઇન્ટરનલ સ્ટોરેજ આવે છે. 

આ ફોનના કેમેરાની વાત કરવામાં આવે તો તમને એક ટ્રિપલ રીયર કેમેરા સેટઅપ મળશે જેનો મેન લેન્સ 50MP નો છે અને તેમાં 16MP ની સેલ્ફી કેમેરા પણ છે. આ એક 5G ફોન છે જેને તમને 4,500mAh ની બેટરી અને અને તેની સાથે 65W નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે. 

ટિપ્સ્ટર નું એ પણ કહેવું છે કે આ ફોનની કિંમત ભારતમાં લગભગ 44 હજાર રૂપિયાની આસપાસ હોઇ શકે છે. ધ્યાન રહે કંપની તરફથી આ ફોનને લઇને કોઇ જાણકારી આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news