64MP કેમેરા અને સુપરફાસ્ટ ચાર્જિંગની સાથે આવ્યો ઓપ્પોનો નવો ફોન, જાણો કિંમત અને ખાસિયત
ઓપ્પોએ માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo Reno7 4G ને લોન્ચ કરી દીધો છે. આ ફોન 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા અને 33 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓપ્પોએ માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન Oppo Reno7 4G ને લોન્ચ કરી દીધો છે. આ ફોન 64 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા અને 33 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે. કંપનીએ આ ફોનને હાલ ઈન્ડોનેસિયામાં લોન્ચ કર્યો છે. 8જીબી રેમ અને 256 જીબી ઈન્ટરનલ સ્ટોરેજની સાથે આવનાર આ ફોનની કિંમત IDR 5,200,000 (આશરે 27,500 રૂપિયા) છે. ફોનનો સેલ 1 એપ્રિલથી શરૂ થશે.
ઓપ્પો રેનો 7 4G ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 1080x2400 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.43 ઇંચની ફુલ એચડી+ પંચ-હોલ AMOLED ડિસ્પ્લે આપી રહી છે. ફોનમાં મળનાર આ ડિસ્પ્લે 90Hz ના રિફ્રેશ રેટ અને 120Hz ના ટચ સેમ્પલિંગ રેટની સાથે આવે છે. તો ફોનનો સ્ક્રીન ટૂ બોડી રેશિયો 90.8 ટકાનો છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે તેમાં ગોરિલ્લા ગ્લાસ 5 પણ આપવામાં આવ્યો છે.
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 64 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરાની સાથે એક 2 મેગાપિક્સલનો મેક્રો કેમેરા અને એક 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો આપ્યો છે. સેલ્ફી માટે કંપનીએ આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપ્યો છે. ફોનની રિયર પેનલને તેનો ફાઇબરગ્લાસ-લેધર ડિઝાઇન ખુબ પ્રીમિયમ બનાવી દે છે.
ફોનને પાવર આપવા માટે તેમાં 4500mAh ની બેટરી આપી છે. આ બેટરી 33 વોટના SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે કંપની આ ફોનમાં ડ્યૂલ 4G VoLTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.1, જીપીએસ, એનએફસી, યૂએસબી ટાઈપ-સી પોર્ટ અને 3.5mm હેડફોન જેક જેવા ઓપ્શન આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે