શું છે આ ડિજિટલ બેંકિંગ? જેનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કેવી રીતે થશે તમને ફાયદો ઉદ્ઘાટન
પીએમ મોદીએ આજે 75 ડિજિટલ બેંકિંગ યુનિટનું ઉદ્ધાટન કર્યું. તમને પણ એમ થતું હશે કે આખરે આ ડિજિટલ બેંકિંગ અને સામાન્ય રીતે જે બેંકિંગનો આપણે ઉપયોગ કરતા હોઈએ છે તેમાં શું ફરક છે? જવાબ મેળવવા માટે ખાસ વાંચો અહેવાલ.
Trending Photos
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ડિજિટલ બેંકિંગની શાખાઓ નાણાકીય સમાવેશનો વિસ્તાર કરશે. નાગરિકોના બેંકિંગ અનુભવોને વધુ સારા બનાવશે. તેમણે કહ્યું કે આજે દેશમાં દર એક લાખની વસ્તી પર જેટલી બેંક શાખાઓ છે, તે જર્મની, ચીન અને દ.આફ્રિકા જેવા દેશો કરતા પણ વધુ છે. દરેક સામાન્ય માણસના જીવન સ્તરને બદલવાનો સંકલ્પ લઈને દિવસ રાત મહેનત કરી રહ્યા છીએ. અમારો સંકલ્પ વ્યવસ્થાઓમાં સુધાર અને પારદર્શકતા લાવવાનો છે. પીએમએ કહ્યું કે અમારી સરકારનો લક્ષ્ય ભારતના સામાન્ય માનવીને સશક્ત બનાવવાનો છે. તેને શક્તિશાળી કરવાનો છે. આથી અમે સમાજના છેવાડે ઊભેલા વ્યક્તિને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવી છે અને આખી સરકાર તેમની સુવિધા અને પ્રગતિના રસ્તે ચાલી.
પીએમ મોદીએ કહ્યું કે અમે બેંકિંગ સેવાઓને દૂર આંતરિયાળ વિસ્તારોમાં ઘરે ઘરે પહોંચાડવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આજે ભારતના 99 ટકાથી વધુ ગામડાઓમાં પાંચ કિમીની અંદર કોઈને કોઈ બેંક બ્રાન્ચ, બેંકિંગ આઉટલેટ કે બેંકિંગ મિત્ર હાજર છે. આ સેવાઓ પહેલા કરતા વધુ સરળ હશે. તેમાં સુવિધાઓ હશે અને એક મજબૂત ડિજિટલ બેંકિંગ સુરક્ષા પણ હશે. ગામડા અને નાના શહેરોમાં જ્યારે કોઈ ડિજિટલ બેંકિંગ યુનિટની સેવાઓ લેશે તો તેમના માટે પૈસા મોકલવાથી લઈને લોન સુધીનું બધુ સરળ અને ઓનલાઈન થઈ જશે.
આ Video પણ ખાસ જુઓ...
શું છે ડિજિટલ બેંકિંગ
ડિજિટલ બેંકિંગ એક પ્રકારે ટ્રેડિશનલ બેંકિંગનો જ એક પ્રકાર છે. ડિજિટલ બેંકિંગ અને અન્ય બેંકોમાં ફક્ત ફરક એ છે કે તેમાં ફિઝિકલ શાખા (બ્રાન્ચ) હોતી નથી. તે સંપૂર્ણ રીતે ઓનલાઈન હોય છે. તેનો ઉપયોગ તમે ઈન્ટરનેટ દ્વારા જ કરી શકો છો. મોબાઈલ ઉપર પણ તમે આ સેવાનો લાભ લઈ શકો છો. ઓનલાઈન એકાઉન્ટ ખોલાવવાથી લઈને લેવડ દેવડ કરવા સુધીનું કામ કે ઉપયોગ ડિજિટલ બેંકિંગ કહેવાય છે. બેલેન્સ ચેક કરવું, ફંડ ટ્રાન્સફર, પાસબુક પ્રિન્ટ, રોકાણ, લોન, ઈશ્યુ કરાયેલા પેમેન્ટને રોકવાના નિર્દેશ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે અરજી, ટેક્સ અને બિલ પેમેન્ટ જેવી સુવિધાઓ ડિજિટલ બેંકિંગના માધ્યમથી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે