Jio ના દમદાર ત્રણ પ્લાન, ઓછી કિંમતમાં હાઈ સ્પીડ ડેટા, ફ્રી કોલિંગ સહિત મળશે અન્ય બેનિફિટ્સ

જીયોની પાસે 155 રૂપિયાથી શરૂ થનાર ત્રણ વેલ્યૂ પ્રીપેડ પ્લાન છે. જો તમે એવા યૂઝર છો જે સસ્તા પ્રીપેડ પ્લાનની સાથે રિચાર્જ કરાવવાનું પસંદ કરો છો તો આ પ્લાન્સ તમારા માટે બેસ્ટ છે.' 
 

Jio ના દમદાર ત્રણ પ્લાન, ઓછી કિંમતમાં હાઈ સ્પીડ ડેટા, ફ્રી કોલિંગ સહિત મળશે અન્ય બેનિફિટ્સ

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો  (Reliance Jio) એ 1 ડિસેમ્બરથી પોતાના પ્રીપેડ પ્લાનમાં વધારો કર્યો છે. ટેરિફમાં થયેલી વૃદ્ધિ બાદ જીયોના 'વેલ્યૂ પ્લાન્સ બદલી ગયા છે. જીયોની પાસે 155 રૂપિયાથી શરૂ થનાર ત્રણ વેલ્યૂ પ્રીપેડ પ્લાન છે. જો તમે એવા યૂઝર છો જે સસ્તા પ્રીપેડ પ્લાનની સાથે રિચાર્જ કરાવવાનું પસંદ કરો છો તો આ પ્લાન્સ તમારા માટે બેસ્ટ છે.' આ પ્લાન્સમાં વધુ ડેટા અને વેલિડિટી મળે છે. આ ત્રણ પ્રીપેડ પ્લાન તમારા માટે વેલ્યૂ ફોર મની છે. અમે જે પ્લાન વિશે વાત કરી રહ્યાં છીએ તેની કિંમત 155 રૂપિયા, 395 રૂપિયા અને 1599 રૂપિયા છે. અમે અલગ-અલગ યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે આ પ્લાન્સ વિશે તમને વિસ્તારથી જણાવી રહ્યાં છીએ.

Reliance Jio ના ત્રણ વેલ્યૂ પ્રીપેડ પ્લાન
1. પ્રથમ વેલ્યૂ પ્લાન ત્રણેયમાં સૌથી સસ્તો છે. રિલાયન્સ જીયોનો આ પ્લાન 155 રૂપિયાની કિંમત પર આવે છે અને તેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન યૂઝર્સને કુલ 300 એસએમએસની સાથે અનલિમિટેડ વોઇસ કોલની સર્વિસ આપે છે. આ સિવાય યૂઝર્સને હાઈ સ્પીડ પર કુલ 2GB ઇન્ટરનેટ મળે છે, ત્યારબાદ તેની સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે. આ પ્લાનમાં કેટલીક જીયો એપ્સ પણ સામેલ છે, જેમ કે Jio Cinema, Jio TV, અને અન્ય...

2. ટેલીકોમ દિગ્ગજ કંપનીનો અન્ય વેલ્યૂ પ્લાન એક મીડિયમ વેલિડિટીવાળો પ્લાન છે, જે ગ્રાહકને કુલ 1000 SMS ની સાથે અનલિમિટેડ વોયસ કોલની સુવિધા પ્રદાન કરે છે. આ પ્લાન 395 રૂપિયાની કિંમતનો છે અને યૂઝર્સને આ પ્લાનની સાથે 84 દિવસની વેલિડિટી મળે છે. આ સિવાય યૂઝર્સને કુલ 6GB ઇન્ટરનેટ ડેટા મળે છે. આ પ્લાનમાં પણ જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 

3. Jio ના આ ખાસ પ્લાનના લિસ્ટમાં છેલ્લો પ્લાન લાંબી વેલિડિટી સાથે આવે છે અને આ તે યૂઝર્સ માટે છે જેને વધુ ડેટા અને લાંબી વેલિડિટીની જરૂર છે. જીયોનો આ પ્લાનમાં 1559 રૂપિયાની કિંમત પર આવે છે, જેમાં યૂઝર્સને 336 દિવસની વેલિડિટી મળે છે. યૂઝર્સને આ પ્લાનની સાથે ન માત્ર અનલિમિટેડ વોયસ કોલિંગ પરંતુ વેલિડિટી પીરિયડ માટે કુલ 3600 એસએમએસ પણ મળે છે. આ સિવાય પ્લાનમાં કુલ 24જીબી ડેટા મળે છે. સાથે જીયોની વિવિધ એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

જે લોકો હાઈ સ્પીડ ડેટા યૂઝ કરવા વિશે ચિંતિત છે, તેણે ચિંતા ન કરવી જોઈએ કારણ કે Jio 15 રૂપિયાથી શરૂ થનાર ડેટા-એડ ઓન વાઉચર પણ પ્રદાન કરે છે. તમે જીયોની વેબસાઇટ પરથી તમામ ડેટા એડ-ઓન વાઉચર જોઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news