Sale: 549 રૂપિયામાં ખરીદો 15 હજારનો Samsung ફોન, મળશે 6000mAh બેટરી અને 50MPનો કેમેરો
Samsung Galaxy F13 સ્માર્ટફોન ફ્લિપકાર્ટના બિગ દિવાળી સેલમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. 14999 રૂપિયાનો ફોન માત્ર તમે 549 રૂપિયામાં તમારો બનાવી શકો છો. જાણો શું છે ડીલ...
Trending Photos
નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટનો બિગ દિવાળી સેલ સ્માર્ટફોન, એક્સેસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સેસ સહિત ઘણી પ્રોડક્ટ્સ પર ભારે છૂટની સાથે પરત આવી ગયો છે. ફ્લિપકાર્ટ સેમસંગ, વીવો, ઓપ્પો, શાઓમી અને અન્ય સ્માર્ટફોન પર શાનદાર દીલ અને મોટી છૂટ પ્રદાન કરે છે. બજેટ અને ફ્લેગશિપ બંને સ્માર્ટફોન હવે મોટી છૂટની સાથે ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ આ સમયે Samsung Galaxy F13 પર શાનદાર ઓફર આપી રહ્યું છે. આ સસ્તા ફોનને તમે પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. ફોનમાં 6000mAh બેટરી, 50 મેગાપિક્સલનો ત્રિપલ રિયર કેમેરો, 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો અને 6.6 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે.
ફોન પર ફ્લેટ 5500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
ગેલેક્સી F13 ના 64 જીબી વેરિએન્ટની ઓરિજનલ કિંમત 14999 રૂપિયા છે. પરંતુ ફ્લિપકાર્ટે એક શાનદાર ઓફરની જાહેરાત કરી છે, જ્યાં તમે આ ફોન 9499 રૂપિયામાં ખરીદી શકો છો. હકીકતમાં ફ્લિપકાર્ટ ગેલેક્સી F13 પર 36 ટકાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. છૂટ બાદ તેની કિંમત માત્ર 9499 રૂપિયા રહી ગઈ છે, એટલે કે 5500 રૂપિયાની બચત. તમે અન્ય ઓફરનો લાભ મેળવી ગેલેક્સી F13 ની કિંમત હજુ ઓછી કરી શકો છો. સેમસંગ ગેલેક્સી F13 એક હાઈ 128GB વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે જે માત્ર 10999 રૂપિયામાં તમારો થઈ શકે છે.
549 રૂપિયામાં આ રીતે ખરીદો સેમસંગ ગેલેક્સી F13
ફ્લિપકાર્ટ ગેલેક્સી F13 પર એક્સચેન્જ ઓફર આપી રહ્યું છે. જો તમે જૂના સ્માર્ટફોનને ટ્રેડ કરો છો તો તમે ગેલેક્સી F13 ની કિંમત પર 8950 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો. પરંતુ ટ્રેડ-ઇન રાશિ તમારા જૂના સ્માર્ટફોનની બ્રાન્ડ, મોડલ અને કંડીશન પર નિર્ભર કરે છે. બંને ઓફર મળીને ગેલેક્સી એફ13ની કિંમત ઘટીને 549 રૂપિયા રહી જાય છે, જેનાથી તમે સસ્તામાં આ ફોન તમારો બનાવી શકો છો.
ફોન પર મળી રહી છે બેન્ક ઓફર
ફ્લિપકાર્ટ અન્ય બેન્કિંગ ઓફર પણ આપી રહ્યું છે, જેનો ઉપયોગ કરી તમે સસ્તામાં આ ડીલ કરી શકો છો. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકોને ફુલ સ્વાઇપ પર 1250 રૂપિયા અને ઈએમઆઈ ટ્રાન્ઝેક્શન પર 2000 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. આ સિવાય ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડિટ કાર્ડ ધારક પોતાના કાર્ડથી ખરીદી કરવા પર 5 ટકાનું કેશબેક પ્રાપ્ત કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે