સેમસંગએ લોન્ચ કરી મેડ ઇન ઇન્ડીયા 4G સ્માર્ટવોચ, આ છે કિંમત

ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવનાર કંપની સેમસંગ (Samsung) એ ભારત સ્થિત પોતાના નોઇડા પ્લાન્ટમાં સ્માર્ટવોચનું વિનિર્માણ પણ શરૂ કરી દીધું છે. કંપની ગુરૂવારે કહ્યું કે આ તેના 'મેક ઇન ઇન્ડીયા' પ્રયત્નોનો ભાગ છે.

સેમસંગએ લોન્ચ કરી મેડ ઇન ઇન્ડીયા 4G સ્માર્ટવોચ, આ છે કિંમત

નવી દિલ્હી: ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવનાર કંપની સેમસંગ (Samsung) એ ભારત સ્થિત પોતાના નોઇડા પ્લાન્ટમાં સ્માર્ટવોચનું વિનિર્માણ પણ શરૂ કરી દીધું છે. કંપની ગુરૂવારે કહ્યું કે આ તેના 'મેક ઇન ઇન્ડીયા' પ્રયત્નોનો ભાગ છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગએ આ સાથે જ એક નવી 4G સ્માર્ટવોચ 'ગેલેક્સી વોચ એક્ટિવ2 4G'નું એલ્યુમિનિયમ એડિશન પણ લોન્ચ કર્યું છે. તેનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવ્યું છે. તેની કિંમત 28,490 રૂપિયા છે. આ 11 જુલાઇથી ઓનલાઇન વેચાણ માટે ઉપલબ્ધ થશે. 

સેમસંગ ઇન્ડીયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ (મોબાઇલ બિઝનેસ) મોહનદીપ સિંહે નિવેદનમાં કહ્યું કે 'કંપનીની 'ગેલેક્સી વોચ એક્ટિવ 2 4G' સૌથી સસ્તી 4G સ્માર્ટવોચ છે. આ પહેલી એવી સ્માર્ટવોચ છે જે દેશમાં જ બની છે. 'ગેલેક્સી વોચ એક્ટિવ2 4G' સાથે પોતાની કુલ 18 સ્માર્ટવોચને 'મેક ઇન ઇન્ડીયા' કાર્યક્રમ હેઠળ ભારતમાં બનાવવાનું શરૂ કર્યું છે. 

કેટલું કર્યું છે રોકાણ
જોકે કંપનીએ સ્માર્ટવોચ બનાવવાની વાર્ષિક ક્ષમત અને તેના પર આવેલા રોકાણની કોઇ જાણકારી આપી નથી. જૂન 2017માં કંપનીએ જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશના નોઇડામાં રેફ્રિજરેટર અને સ્માર્ટફોન પ્રોડક્શન ક્ષમતા વધારવા માટે 4915 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીની યોજના 2020ના અંત સુધી નોઇડા પ્લાન્ટ હેન્ડસેટ ઉત્પાદન ક્ષમતાને બમણી કરી 12 કરોડ હેન્ડસેટ પ્રતિ વર્ષ કરવાની છે. 

નિવેદન અનુસાર 'ગેલેક્સી વોચ એક્ટિવ2 4G' 42 મિલીમીટર, 44 મિલીમીટર અને 46 મિલીલીટર વ્યાસના ડાયલ આકારમાં ઉપલબ્ધ થશે. કંપનીની 18 સ્માર્ટવોચની કિંમત 19,900 રૂપિયાથી શરૂ થઇને 35990 રૂપિયા સુધી છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news