ફક્ત એક ભૂલ બનાવી દેશે કંગાળ! સમજો 'સિમ સ્વૈપ' ફ્રોડ શું છે?
મોબાઇલ અને ઇન્ટરનેટ ફ્રોડનો સિલસિલો છે અને ઓનલાઇન છેતરપિંડી થઇ રહી છે. ફેક નંબરથી કોલ આવવા, SMSથી લિંક મોકલવી, ફ્રોડ માટે નવી રીત અપનાવવામાં આવી રહી છે. હેકર્સની નજર તમારી ડીટેલ્સ પર છે. ડીટેલ્સ તમારા ફોનમાં છે. એવામાં ડીટેલ્સને ચોરવાની નવી રીત છે. 'સિમ સ્વૈપ' દ્વારા થોડી મિનિટોમાં તમારા ખાતામાંથી પૈસા ચોરી લેવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: મોબાઇલ અને ઇન્ટરનેટ ફ્રોડનો સિલસિલો છે અને ઓનલાઇન છેતરપિંડી થઇ રહી છે. ફેક નંબરથી કોલ આવવા, SMSથી લિંક મોકલવી, ફ્રોડ માટે નવી રીત અપનાવવામાં આવી રહી છે. હેકર્સની નજર તમારી ડીટેલ્સ પર છે. ડીટેલ્સ તમારા ફોનમાં છે. એવામાં ડીટેલ્સને ચોરવાની નવી રીત છે. 'સિમ સ્વૈપ' દ્વારા થોડી મિનિટોમાં તમારા ખાતામાંથી પૈસા ચોરી લેવામાં આવે છે. તમે એ વાતનો અંદાજો પણ લગાવી શકતા નથી પરંતુ એકાઉન્ટ ખાલી થઇ જશે. તમારી ફક્ત એક ભૂલ તમને કંગાળ બનાવી શકે છે. સિમ સ્વૈપ હાલમાં મોટા સાઇબર ફ્રોડ તરીકે સામે આવ્યું છે.
શું છે 'સિમ સ્વૈપ'?
સિમ સ્વૈપ દ્વારા ફ્રોડ કરવાની નવી રીત છે. જેના નામથી જ સમજી શકાય છે કે સિમ શકાય છે કે સિમ સ્વૈપનો અર્થ ફોનના સિમનો ઉપયોગ કરવો. સિમ કાર્ડમાં યૂઝરનો ડેટા સ્ટોર હોય છે. સિમ યૂઝરની ઓથેંટિકેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સીધી રીતે કહેવામાં આવે તો, તમારી જે પણ સિમ છે, તે અચાનક બંધ થઇ જાય છે. તમારા નામથી જે પણ સિમ છે, તે સિમને હેકર સ્વૈપ કરી લે છે. પછી સ્વૈપ કરેલા સિમને ક્લોન કરીને તેનું ડુપ્લીકેટ સિમ બનાવવામાં આવે છે. હવે તે જ નંબરને પોતાના નામથી શરૂ કરવામાં આવે છે. પછી હેકર પોતાની બેંકોના OTP ને જનરેટ કરીને તેનો ખોટો ફાયદો ઉઠાવે છે. OTP ની મદદથી એકાઉન્ટમાંથી થોડી મિનિટોમાં પૈસા કાઢી લેવામાં આવે છે.
કેવી રીતે શરૂ થાય છે છેતરપિંડી?
સિમ સ્વૈપ ફ્રોડની સૌથી સરળ રીત છે. આ એક કોલ દ્વાર શરૂ થાય છે. તમારા નંબર પર એક કોલ આવશે, જેમાં ટેલીકોમ કંપનીની એક્ઝિક્યૂટિવ બનીને હેકર તમને કોલ કરશે. આ કોલ પર તમારા નેટવર્કને સારું બનાવવ માટે ફોન નંબર ઓથેંટિકેટ કરવા માટે કહેવામાં આવશે. સાથે જ કેટલાક પ્લાન અને ઓફર જણાવવામાં આવશે. કોલર તમારી પાસે નેટવર્ક માટે તમારી પાસે સિમની પાછળ છપાયેલ 20 ડિજિટનો નંબર પૂછે છે. હેકર્સને જેવો જ તમારો 20 આંકડાવાળો નંબર જણાવશો તો તમને 1 દબાવવા માટે કહેશે. આ સિમ સ્વૈપ કરવાની સહમતિ માટે હોય છે. ટેલીકોમ કંપની તમારી આ રિકવેસ્ટને સ્વિકાર કરી લે છે. આ પ્રકારે તમારું સિમ કાર્ડ બ્લોક થઇ જશે અને બીજું એટલે કે સ્વૈપ કરેલું સિમ એક્ટિવ થઇ જશે.
OTP માટે થાય છે સિમ સ્વૈપ
સિમ સ્વૈપ કરનાર હેકર પાસે તમારી બેન્ક એકાઉન્ટરની ડિટેલ્સ હોય છે એટલે કે પછી તમારું ડેબિટ કાર્ડ નંબર હોય છે. બસ જરૂરી હોય છે તો ઓટીપીની, સિમ સ્વૈપિંગની મદદથી તેને ઓટીપી મળી જશે. ત્યારબાદ થોડી મિનિટોમાં તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાંસફર કરી દેવામાં આવશે.
સિમ સ્વૈપ ફ્રોડથી બચવા માટે શું કરશો?
સિમ સ્વૈપ ફ્રોડથી બચવા માટે 5 વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
1. જો તમારો નંબર થોડા કલાકો માટે અચાનક કામ બંધ કરી દો, તો તાત્કાલિક ઓપરેટર પાસે તેનું કારણ જાણો.
2. સિમની પાછળ લખેલો 20 આંકડાવાળો સિમ નંબર કોઇની પણ સાથે શેર ન કરો. ધ્યાન રાખો તમારી કંપની ક્યારેય સિમ નંબર નહી પૂછે.
3. જે મોબાઇલ નંબર સાથે તમારું બેન્ક એકાઉન્ટ લિંક છે, તેને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડિસ્પ્લે ન કરો.
4. તમારા બેંકની સાથે ઇન્ટટ બેન્ક એલર્ટનું રજિસ્ટ્રેશન કરી લો.
5. જો કોઇ અજાણ્યા ઇમેલ અથવા ફોન કોલમાં તમારું એકાઉન્ટ અથવા મોબાઇલ નંબરની ડિટેલ્સ માંગવામાં આવે તો શેર ન કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે