iPhone જે ફેક્ટરીમાં બનતો હતો હવે ત્યાં દેખાશે Google નો જલવો! ભારતમાં બનશે Pixel

Google iPhone: મોબાઈલ ટેકનોલોજીની દુનિયામાં ભારતની આ એક લાંબી છલાંગ છે. પહેલાં જે ફેક્ટરીમાં આઈફોન બનતા હતા હવે એ ફેક્ટરીમાં ગુગલના ફોન બનશે. બીજે ક્યાંયની નહીં ભારતની થઈ રહી છે વાત. આપણાં ત્યાં હશે આ ફેક્ટરી. ગૂગલનો સૌથી પ્રતિષ્ઠત ગણાતો Pixel ફોન ભારતમાં જ બનશે.

iPhone જે ફેક્ટરીમાં બનતો હતો હવે ત્યાં દેખાશે Google નો જલવો! ભારતમાં બનશે Pixel

Smartphone: Google iPhone નિર્માતા Foxconn સાથે મળીને ભારતમાં Pixel સ્માર્ટફોન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે ટેક કંપની Google તમિલનાડુમાં પ્રથમ વખત તેના અલ્ટ્રા-પ્રીમિયમ પિક્સેલ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવા ફોક્સકોન સાથે ભાગીદારી કરશે. Google iPhone નિર્માતા Foxconn સાથે મળીને ભારતમાં Pixel સ્માર્ટફોન બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ડ્રોન અને પિક્સેલ ફોન બનાવવાની યોજના બનાવી રહી છે અને તે તેને તમિલનાડુમાં ફોક્સકોનની ફેક્ટરીમાં બનાવવા માંગે છે.

જો કે સ્માર્ટફોન બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ ડિક્સન ટેક્નોલોજીને આપવામાં આવ્યો છે, પરંતુ ભારતમાં પહેલીવાર એવા ડ્રોન બનાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે જે મોટા પેકેજને લઈ જઈ શકે. ગૂગલની કંપની વિંગ મોટા ડ્રોન બનાવવા માંગે છે. આ બે બાબતો પર કેટલું રોકાણ કરવામાં આવશે અને કેટલી માત્રામાં ઉત્પાદન થશે તેની માહિતી આપવામાં આવી નથી. મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને જણાવ્યું હતું કે ટેક કંપની Google તમિલનાડુમાં પ્રથમ વખત તેના અલ્ટ્રા-પ્રીમિયમ પિક્સેલ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવા ફોક્સકોન સાથે ભાગીદારી કરશે.

ફોક્સકોન સાથે ભાગીદારી થશે-
સ્ટાલિને એક નિવેદનમાં કહ્યું, 'Google Pixel મોબાઈલ ફોન બનાવવા માટે તમિલનાડુમાં Foxconn સાથે ભાગીદારી કરશે. કંપનીએ ફેક્ટરી સ્થાપવાની ઓફર પણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગૂગલ ભારતમાંથી સ્માર્ટફોનની નિકાસ પણ કરશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે, 'ડિક્સન કોમ્પલ ઈલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી હેઠળ પિક્સેલ સ્માર્ટફોન પણ બનાવશે. કોમ્પલ ઇલેક્ટ્રોનિક્સ Google ઉત્પાદનો બનાવે છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરથી ઉત્પાદન શરૂ થશે અને ઉત્પાદન સ્થિર થયા પછી નિકાસ શરૂ થશે. આ અંગે ગૂગલ અને ફોક્સકોનને ઈ-મેઈલ મોકલીને ટિપ્પણીઓ માંગવામાં આવી હતી, પરંતુ હાલમાં કોઈ જવાબ મળ્યો નથી. કંપનીએ ઓક્ટોબરમાં ભારતમાં Pixel સ્માર્ટફોન બનાવવાની યોજનાની જાહેરાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news