Smartphone માં આ એક ફેરફાર કરવાથી મળશે જબરદસ્ત પરિણામ!, ફૂલ નેટવર્ક માટે અજમાવી જુઓ આ ટ્રિક્સ

અનેકવાર તમે એવા વિસ્તારોમાં હોવ કે જ્યાં સિગ્નલની ખુબ મગજમારી થતી હોય છે અને કેટલીકવાર તો પોતાના ઘરમાં પણ સિગ્નલની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો અમારી પાસે તમારા માટે કેટલીક એવી ટ્રિક્સ છે જેને અપનાવીને તમે ચપટીમાં ફૂલ સિગ્નલ મેળવી શકો છો. 

Smartphone માં આ એક ફેરફાર કરવાથી મળશે જબરદસ્ત પરિણામ!, ફૂલ નેટવર્ક માટે અજમાવી જુઓ આ ટ્રિક્સ

નવી દિલ્હી: આજના સમયમાં કદાચ જ તમને કોઈ એવો વ્યક્તિ જોવા મળે જેની પાસે સ્માર્ટફોન ન હોય. એક બીજા સાથે સંપર્કમાં રહેવા માટે તમામ લોકો ફોનનો તો ઉપયોગ કરતા જ હોય છે. અનેકવાર તમે એવા વિસ્તારોમાં હોવ કે જ્યાં સિગ્નલની ખુબ મગજમારી થતી હોય છે અને કેટલીકવાર તો પોતાના ઘરમાં પણ સિગ્નલની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો અમારી પાસે તમારા માટે કેટલીક એવી ટ્રિક્સ છે જેને અપનાવીને તમે ચપટીમાં ફૂલ સિગ્નલ મેળવી શકો છો. 

ફોન કવરથી પણ રોકાતા હોય છે સિગ્નલ
તમને આ જાણીને નવાઈ લાગશે કે તમારા સ્માર્ટફોનના કવર પણ સિગ્નલ ન પકડાતું હોય તો તે માટે જવાબદાર બનતા હોય છે. હકીકતમાં મોટાભાગે લોકો પોતાના સ્માર્ટફોન પર એવું હાર્ડ પ્લાસ્ટિક કવર ચડાવતા હોય છે કે જેના કારણે સિગ્નલ બ્લોક થતા રહે છે અને તે સ્માર્ટફોન સુધી સરળતાથી પહોંચી શકતા નથી. આ જ કારણ છે કે તમારા સ્માર્ટફોનમાં કોલિંગ કે ઈન્ટરનેટની સમસ્યાઓ ઊભી થતી હોય છે. 

આ રીતે મેળવો હાઈ નેટવર્ક
ફૂલ નેટવર્ક મેળવવા માટે એક રીતે એવી છે કે તમે જ્યારે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરો ત્યારે એવી કોશિશ કરો કે તમે એવા રૂમમાં હોવ જ્યાં સૌથી વધુ બારી અને દરવાજા હોય. આવું એટલા માટે કહી શકાય કારણ કે જે રૂમમાં દરવાજા અને બારીઓ ઓછા હોય કે પછી ન હોય તો ત્યાં સિગ્નલની સમસ્યા રહેતી હોય છે. તમારા સ્માર્ટફોનમાં સિગ્નલ લાવવા માટે એવી જગ્યા જોઈએ કે જે ખુલ્લી હોય અને જ્યાં સિગ્નલ કોઈ પણ અડચણ વગર પહોંચી શકે. આવામાં તમારા સ્માર્ટફોનના સિગ્નલને વધારવા માટે સૌથી પહેલા ખુલ્લી જગ્યામાં જવું જોઈએ અને ત્યારબાદ કોલિંગ અને ઈન્ટરનેટનો ઉપયોગ કરવો જોઈએ. 

આ સરળ ટ્રિક્સને ફોલો કરીને તમે ચપટીમાં તમારા ફોનના સિગ્નલને પાવરફૂલ કરી શકો છો. કોઈ પણ અડચણ વગર ફોન કોલ્સ પણ કરી શકશો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news