શું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણ

T20 World Cup 2024 Super 8 Qualification: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે (9 જૂન) ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ છે. પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી હશે કારણ કે જો તેઓ ભારત સામે હારી જશે અને અમેરિકા પોતાની મેચમાં જીત હાંસલ કરશે તો પાકિસ્તાનનો સફર આ વર્લ્ડકપમાં રોકાઈ શકે છે.

 શું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણ

T20 World Cup 2024 Super 8 Scenario: ભારત અને પાકિસ્તાનની વચ્ચે ન્યૂયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે (9 જૂન) મહામુકાબલો થનાર છે. બન્ને દેશો ક્રિકેટના મેદાન પર કટ્ટર હરીફ દેશો મનાય છે અને જ્યારે બન્ને દેશો વચ્ચે મેચ રમાય ત્યારે 'મધર ઓફ ઓલ બેટલ' કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં બંને દેશના ચાહકોની નજર આ મેચ પર રહેશે.

પાકિસ્તાન ટીમ 6 જૂને ડલાસમાં અમેરિકા વિરુદ્ધ રમવા ઉતરી હતી, જ્યાં સુપર ઓવરમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે પોતાના ઓપનિંગ મુકાબલામાં આયરલેન્ડને 8 વિકેટથી 46 બોલ બાકી રહેતા હરાવી હતી. એવામાં ભારતની શરૂઆત ટૂર્નામેન્ટમાં શાનદાર રહી છે, જ્યારે પાકિસ્તાનની ખુબ જ ખરાબ.

હવે સવાલ છે કે પાકિસ્તાન માટે સુપર 8 રાઉન્ડમાં પહોંચવા માટે શું ચાન્સ છે? જોકે હાલના પોઈન્ટ ટેબલ અનુસાર અમેરિકા 2 મેચોમાં 2 જીતની સાથે ગ્રુપમાં +0.626 ના નેટ રનરેટ અનુસાર 4 પોઈન્ટ્સ સાથે ટોપ પર છે.

ત્યારબાદ ભારતનો નંબર છે. અત્યાર સુધી ભારતે 1 મેચ રમી છે અને તેના 2 પોઈન્ટ છે, ભારતનો NRR +3.065 છે. પછી કેનેડા છે, જેમણે પોતાના બે મુકાબલામાં 1 જીત હાંસલ કરી છે, તેનો રનરેટ -0.274 છે. પછી પાકિસ્તાન અને આયરલેન્ડ છે. પાકિસ્તાન પોતાની એક મેચ હારી ચૂકી છે, જ્યારે આયરલેન્ડને બન્ને મેચોમાં હાર મળી છે.

હવે આ પોઈન્ટ ટેબલ અનુસાર સમજવાની કોશિશ કરીએ, અમેરિકાએ બે મેચ ભારત અને આયરલેન્ડ વિરુદ્દ રમવાની છે. એવામાં તેણે ભારત વિરુદ્ધ હારનો સામનો કરવો પડે અને તેઓ આયરલેન્ડને હરાવે તો પછી પાકિસ્તાન સુપર 8માંથી બહાર થઈ શકે છે. આ રીતે અમેરિકા ઐતિહાસિક પ્રદર્શન કરતા સુપર 8 સુધી પહોંચી જશે. જ્યારે, બીજી સ્થિતિમાં જો ભારત પાકિસ્તાનને હરાવી દે છે તો પાકિસ્તાનને ત્યારથી બહાર થવાનું લગભગ નક્કી થઈ જશે. હા ભારતને પોતાની આગામી મેચ જીતવી પડશે. જ્યારે પાકિસ્તાન પોતાની તમામ મેચ જીતી જાય તો પણ સુપર 8માંથી ચૂકી જશે, કેવી રીતે તો અમે તમને બતાવી દઈએ.

ભારતને હરાવીને પણ પાકિસ્તાન ચૂકી શકે છે...
જો પાકિસ્તાન ભારતને હરાવે છે તો શું સ્થિતિ હશે? જોકે, ભારત બાકી મેચ જીતીને 6 પોઈન્ટ્સ પર પહોંચી જશે, જ્યારે અમેરિકા પોતાની વધુ એક મેચ જીતશે તો તેઓ પણ 6 પોઈન્ટ પર પહોંચી જશે, એવામાં પાકિસ્તાન, ભારત અને અમેરિકા તમામ 6-6 પોઈન્ટની સાથે ગ્રુપ રાઉન્ડ પુરો કરી શકે છે, ત્યારબાદ સમીકરણ નેટ રન રેટ પર આવી જશે.

જોકે, પાકિસ્તાનની NRR અમેરિકા અને ભારત બંને કરતા ખરાબ છે. આવી સ્થિતિમાં તેઓ બાકીની તમામ મેચો જીતવાનો પ્રયાસ કરશે, પરંતુ તે પણ ઇચ્છશે કે તેનો નેટ રન રેટ (NRR) તેમાંથી એક ટીમ (અમેરિકા અને ભારત)ને હરાવવા માટે પૂરતો હોવો જોઈએ.

જો પાકિસ્તાન ભારત સામે હારી જાય છે, તો આગામી રાઉન્ડમાં પહોંચવાની કોઈ આશા માટે અમેરિકાને પોતાની બન્ને મેચ ગુમાવવી પડશે. જ્યારે, કેનેડા પાસે પણ સુપર 8 રાઉન્ડમાં પહોંચવાની સારી તક છે. તેમનો NRR હાલમાં નેગેટિવ હોવાથી તેઓએ પહેલા તેમની તમામ મેચ જીતવી પડશે અને આશા છે કે અન્ય પરિણામો તેમના માર્ગે જશે. ગ્રુપની ટોપ 2 ટીમ સુપર 8 રાઉન્ડમાં હશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news