ખુશખબરી! તહેવારો આવતા જ સાવ સસ્તી થઈ જશે મોબાઈલ, લેપટોપ અને ટીવી સહિતની વસ્તુઓ

ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવના મતે છેલ્લા બાર માસમાં માગમાં વધારો કરવાના ઈરાદાથી કંપનીઓ ગ્રાહક્રોને ઈનપુટ કોસ્ટમાં ઘટાડો આપી શકે છે. જેના લીધે કંપનીઓના નફામાં વધારો થવાની સંભાવના છે.

ખુશખબરી! તહેવારો આવતા જ સાવ સસ્તી થઈ જશે મોબાઈલ, લેપટોપ અને ટીવી સહિતની વસ્તુઓ

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાકાળમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. તે સમયે અમુક વસ્તુઓની અછત હતી અને માર્કેટમાં માંગ વધી જવાને કારણે ભાવમાં ધરખમ વધારો થઈ ગયો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ત્યારે હવે ગ્રાહકો માટે મોટી ખુશખબરી છે! તહેવારો આવતા જ સાવ સસ્તી થઈ જશે મોબાઈલ, લેપટોપ અને ટીવી સહિતની વસ્તુઓ. માગમાં વધારો કરવા અને ખરીદનારને લાભ આપવાના ઈરાદે કંપનીઓ નિર્ણય લઈ શકે છે. ટેલિવિઝન, મોબાઈલ ફોન, ઉપકરણો અને કોમ્પ્યુટર્સ માટેના મોટાભાગના ઈલેક્ટ્રોનિક ઘટકોની કિંમતો અને તેમને ફેક્ટરીઓમાં મોકલવાની નૂર કિંમત છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ ઊંચાઈને સ્પર્ધા પછી કોવિડ પહેલાના સ્તરે હળવી થઈ ગઈ છે.

ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવના મતે છેલ્લા બાર માસમાં માગમાં વધારો કરવાના ઈરાદાથી કંપનીઓ ગ્રાહક્રોને ઈનપુટ કોસ્ટમાં ઘટાડો આપી શકે છે. જેના લીધે કંપનીઓના નફામાં વધારો થવાની સંભાવના છે. કોવિડના સમયગાળા દરમિયાન નુરનો ખર્ચ ૮,૦૦૦ ડોલર હતો. શકે છે. જેની સરખામણીએ ચીનથી કન્ટેનર માટેનો નુર ખર્ચ ઘટીને ૮૫૦થી ૧૦૦૦ ડોલર થઈ ગયો છે. ચિપ્સની કિંમતમાં કોવિડના સમયની સરખામણીએ ૧૦ ગણો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક વસ્તુઓની કિંમતમાં 60 થી 80 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.

ચિપ્સ અને કેમેરા મોડ્યુલ સહિત સ્માર્ટફોનના તમામ ઘટકોની કિંમતમાં ઘટાડો થયો છે. તહેવારોની મોસમની આસપાસ બજારને બેઠી કરવાના ઈરાદા સાથે વિવિધ બ્રાન્ડ્સ ગ્રાહકોને આકર્ષવા માટે તેના ભાવ આકર્ષક બનાવી શકે છે. બ્લુ સ્ટારે એવા સંકેતો આપેલા છે કે આ વર્ષે તેમના માર્જિનમાં સુધારો કરીને મોટો ઘટાડો કરી ગ્રાહકોને લાભ આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news