BSNL સાવ મફતના ભાવમાં આપી રહ્યું છે હાઈ સ્પીડ ઈન્ટરનેટ! બીજી કંપનીઓનું શું થશે એ મોટો સવાલ

BSNL લાવ્યું ખૂબ જ સસ્તો પ્લાન, 1 મહિનાથી વધુની વેલિડિટી અને માત્ર 107 રૂપિયામાં મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ. જાણો પ્લાનની સંપૂર્ણ વિગતો માત્ર એક ક્લિક પર...

BSNL સાવ મફતના ભાવમાં આપી રહ્યું છે હાઈ સ્પીડ ઈન્ટરનેટ! બીજી કંપનીઓનું શું થશે એ મોટો સવાલ

BSNL Best Plan: સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) આ દિવસોમાં રિલાયન્સ જિયો અને એરટેલ જેવી કંપનીઓને ટક્કર આપવા માટે એક કરતા વધુ પ્લાન ઓફર કરી રહી છે. 5Gના જમાનામાં BSNL ભલે 3G સેવા આપી રહ્યું છે. જો કે કોલિંગ અને સસ્તા ડેટા પ્લાન માટે ઘણા લોકો આજે પણ BSNLને પસંદ કરી રહ્યાં છે. આ પ્લાન્સમાં લોકોને અનલિમિટેડ કૉલિંગ અને હાઈ સ્પીડ ડેટાનો લાભ ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આ સિવાય જો તમારો મોબાઈલ ડ્યુઅલ સિમ છે, તો તમે આ પ્લાન સાથે બીજા સિમ તરીકે BSNLના સિમનો ઉપયોગ કરી શકો છો. આ સાથે, કંપનીએ તેના ગ્રાહકો માટે 107 રૂપિયાનો ખૂબ જ સસ્તો પ્લાન રજૂ કર્યો છે. ચાલો આ પ્લાન સાથે જોડાયેલી તમામ વિગતો જાણીએ.

BSNLનો 107 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને કોલિંગ માટે 200 મિનિટ અને ઈન્ટરનેટ માટે 3 GB હાઈ સ્પીડ ડેટા મળશે. આ પ્રીપેડ પ્લાનની વેલિડિટી 35 દિવસની છે. BSNLના આ ખૂબ જ સસ્તા પ્લાનમાં ગ્રાહકોને મહિનામાં 5 દિવસથી વધુની વેલિડિટીનો લાભ મળે છે. આ સિવાય આ પ્લાનમાં BSNL ટ્યૂનનો ફાયદો પણ મળે છે. BSNLનો આ પ્લાન ગ્રાહકો માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમારે દરરોજ 3 રૂપિયાથી ઓછો ખર્ચ ઉઠાવવો પડશે.

BSNLના સસ્તા 107ના પ્લાનની ખાસિયતો પરથી સમજી શકાય છે કે તે તમારું સેકન્ડરી સિમ બનવા માટે ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ પ્લાનમાં તમને માસિક બેઝિક બેનિફિટ્સ પણ મળે છે અને તેની વેલિડિટી પણ મહિનામાં 5 દિવસથી વધુ છે. એક દ્રષ્ટિકોણથી, BSNLના આ પ્લાનમાં, તમારે સિમને સક્રિય રાખવા માટે દરરોજ માત્ર 3 રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news