20 થી 30 ટકા વધુ માઈલેજ આપવા લાગશે કાર, આજે જ કરી લો આ 5 કામ


Car Mileage Boost: આ ઉપાય ન માત્ર ઈંધણની બચત કરશે, પરંતુ તમારી કારનું પરફોર્મંસ પણ સુધારશે.
 

20 થી 30 ટકા વધુ માઈલેજ આપવા લાગશે કાર, આજે જ કરી લો આ 5 કામ

Car Mileage Boost: જો તમે તમારી કારનું માઇલેજ 20થી 30 ટકા વધારવા ઈચ્છો છો તો, કેટલાક સરળ ઉપાય અપનાવી તમે તેને સંભવ બનાવી શકો છો. આ ઉપાય ન માત્ર તમારા ઈંધણની બચત કરશે, પરંતુ તમારી કારના પરફોર્મંસને પણ સારૂ બનાવશે. અહીં તમને કેટલાક ઉપાય જણાવીશું.

1. એન્જિન ટ્યૂનિંગ અને મેન્ટેનન્સ
રેગુલર સર્વિસઃ સમય-સમય પર કારની સર્વિસ કરાવવી ખુબ જરૂરી છે. તેમાં એન્જિનનું ટ્યૂનિંગ, ઓયલ બદલવું અને એર ફિલ્ટરની સફાઈ સામેલ છે. એક સારી રીતે ટ્યૂન કરેલું એન્જિન ઓછા ઈંધણનો ઉપયોગ કરે છે. 

સ્પાર્ક પ્લગ્સની તપાસઃ સ્પાર્ક પ્લગ્સ સારી રીતે કામ કરે તે જરૂરી છે, કારણ કે તે માઇલેજને પ્રભાવિત કરે છે. ખરાબ સ્પાર્ક પ્ગલ્સને બદલાવો, જેનાથી એન્જિનની ઇગ્નિશમ એફિસેએન્સી સારી રહે.

2.યોગ્ય ટાયર પ્રેશર બનાવી રાખો
ટાયર પ્રેશર ચેક કરોઃ ટાયરોમાં યોગ્ય માત્રામાં હવા હોવી ખુબ જરૂરી છે. ઓછા પ્રેશરવાળા ટાયર વધુ રોલિંગ રેસિસ્ટેન્સ પેદા કરે છે, જેનાથી ઈંધણનો ઉપયોગ વધી જાય છે. દર મહિને ટાયર પ્રેશરની તપાસ કરો અને તેને નિર્માતા દ્વારા નિર્ધારિત સ્તરને બનાવી રાખો.

3. વજનનું ધ્યાન રાખો
બિનજરૂરી વજન હટાવોઃ
કારમાં બિનજરૂરી વજન લઈ જવાથી ઈંધણનો વપરાશ વધે છે, જેટલું વજન વધારે, એટલું એન્જિનને વધુ કામ કરવું પડે છે. તેથી કારમાં જો બિનજરૂરી સામાન હોય તો હટાવી દો.

4. ડ્રાઇવિંગ સ્ટાઇલમાં સુધાર કરો
ધીમું અને સ્થિર ડ્રાઇવિંગઃ
અચાનક બ્રેક લગાવવા અને ઝડપી એક્સલરેશન માઇલેજને પ્રભાવિત કરે છે. ધીમી અને સ્થિર ગતિએ ડ્રાઇવ કરો. ટ્રાફિક લાઇટ્સની પાસે આવવા પર ધીમે ધીમે સ્પીડ ઘટાડો અને અચાનક બ્રેકિંગથી બચો. 

ક્રૂઝ કંટ્રોલનો ઉપયોગઃ જો તમારી કારમાં ક્રૂઝ કંટ્રોલ છે, તો તેનો હાઈવે પર ઉપયોગ કરો. તે સ્પીડને સ્થિર રાખવામાં મદદ કરે છે, જેનાથી ઈંધણનો વપરાશ ઓછો થાય છે.

5. એર કંડીશનિંગનો સીમિત ઉપયોગ
એસીનો ઉપયોગ ઓછો કરોઃ
એસીનો ઉપયોગ એન્જિન પર વધારાનો ભાર આપે છે, જેનાથી ઈંધણનો વપરાશ વધી જાય છે. જ્યારે સંભવ હોય, બારી ખોલી ડ્રાઇવ કરો. ખાસ કરીને શહેરની અંદર ડ્રાઇવિંગ દરમિયાન.

નિષ્કર્ષ
આ પાંચ સરળ ઉપાયો અપનાવી તમે તમારા કારની માઇલેજ 20થી 30 ટકા સુધી વધારી શકો છો. આ ન માત્ર તમારા પૈસાની બચત કરશે પરંતુ પર્યાવરણ માટે પણ સારૂ છે. નિયમિત મેન્ટેનન્સ, યોગ્ય ડ્રાઇવિંગ સ્ટાઇલ અને થોડી સાવધાનીથી તમે કારમાં વધુ માઇલેજ પ્રાપ્ત કરી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news